• Home
  • News
  • શાંતિ કરાર અંગે રાજકારણ:ઈઝરાયેલ અને બે ખાડી દેશ વચ્ચે શાંતિ કરારને ટ્રમ્પે પોતાની જીત ગણાવી, પોતાને પીસમેકર તરીકે રજૂ કર્યા
post

નેતન્યાહુની જેમ ખાડી દેશોના નેતાઓ પણ ઈચ્છે છે કે ટ્રમ્પને નવેમ્બરમાં ફરી જીત મળે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 11:55:47

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જૂના મિત્ર છે. જ્યારે જ્યારે નેતન્યાહુ રાજકીય સંકટોના ઘેરાવામાં આવ્યા ત્યારે ટ્રમ્પે તેમની કૂટનીતિક રીતે મદદ કરી છે. ખાડી દેશોના નેતાઓ પણ ટ્રમ્પના આભારી છે, કારણ કે, તેમના કટ્ટર દુશ્મન ઈરાન પર તેમણે હંમેશાં કડક વલણ અપનાવ્યું છે. આ દેશોને અમેરિકામાં ટીકાનો સામનો કરતા બચાવાયા હતા. આ જ કારણ છે કે નેતન્યાહુની જેમ ખાડી દેશો પણ ઈચ્છે છે કે ટ્રમ્પ નવેમ્બરમાં ફરી જીતે.

વ્હાઈટ હાઉસમાં મંગળવારે ઈઝરાયેલ અને બે ખાડી દેશના સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન વચ્ચે નવા કરાર પર હસ્તાક્ષર થયા હતા. ટ્રમ્પ આ કરારને ઐતિહાસિક ગણાવીને પ્રમોટ કરી રહ્યા છે, જેમાં નેતન્યાહુ અને ખાડી દેશોના પસંદ કરાયેલા અધિકારીઓ સામેલ થયા હતા. તમામે ટ્રમ્પ માટે પોતાનું સમર્થન દેખાડ્યું હતું.

કરારથી પૂરી રીતે શાંતિ સ્થાપિત નહીં થાય
વાસ્તવિકતા એ છે કે સમજૂતીથી પૂરી રીતે શાંતિ સ્થાપિત નહીં થાય, જેવો ટ્રમ્પ દાવો કરે છે. આનાથી માત્ર ઈઝરાયેલ અને એવા દેશો(બહેરીન અને UAE)વચ્ચે સંબંધ સામાન્ય થશે. આ દેશો વચ્ચે લોકો યાત્રા કરી શકશે અને ડિપ્લોમેટિક સંપર્ક વધશે. આ એવા દેશ છે જેમણે ઘણાં વર્ષોથી એકબીજા સાથે યુદ્ધ નથી કર્યું. વાસ્તવમાં આ દેશો પહેલેથી એકબીજાના સાથી રહ્યા છે, ખાસ કરીને ઈરાન વિરુદ્ધ એકજૂથ રહ્યા છે.

સમજૂતી અંગે ટ્રમ્પના દાવા
ટ્રમ્પના કેમ્પેનના નવા વિજ્ઞાપનોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદેશનીતિ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંદેશથી તે આ સમજૂતી માટે તૈયાર થયા છે. ટ્રમ્પ તેમની વચ્ચેની તમામ પરસ્પર કડવાશ અને અનિશ્ચિતતાઓને દૂર કરીને અવ્યવસ્થિત મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા)માં સંપ કરી રહ્યા છે.

ટ્રમ્પના કેમ્પેનના ફેસબુક વિજ્ઞાપનમાં ગત સપ્તાહે જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પે મિડલ ઈસ્ટમાં શાંતિ જાળવી રાખવામાં સિદ્ધિ મેળવી છે, જેના માટે તેમનું નામ નોબેલે પુરસ્કાર માટે નોમિનેટ કરાયું છે. એમાં પણ નોબેલનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. હજારો લોકો આના માટે એન્ટ્રી મોકલે છે અને એમાંથી કોઈક જ તેના માટે નોમિનેટ થાય છે. નોર્વેના બે રાઈટ વિંગના નેતાઓએ આના માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા હતા.

આ ટ્રમ્પનો રાજકીય એજન્ડાઃ નિષ્ણાત
જેવિશ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ અમેરિકાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેલી સોફીએ કહ્યું હતું કે આને નજરઅંદાજ ન કરી શકાય કે આ બધું ચૂંટણીના માત્ર 48 દિવસ પહેલાં થઈ રહ્યું છે. ઈઝરાયેલમાં યોજાયેલી છેલ્લી ત્રણ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંના પીએમ નેતન્યાહુને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે નેતન્યાહુ તેના દેશમાં રાજકીય સંકટ હોવા છતાં વોશિંગ્ટન આવી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ વાર્તા હાથની સફાઈ જેવી છે. એવું માનવું પડશે કે આ ટ્રમ્પનો રાજકીય એજન્ડા છે. ટ્રમ્પનો રસ ચૂંટણીમાં ફાયદા માટે તેનો ઉપયોગ કરવામાં છે.

ખાડી દેશોને બાઈડનને રાષ્ટ્રપતિ બનાવવાથી બીક
તેલ અવીવના ઈન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યોરિટી સ્ડટીઝના સિનિયર ફેલો અને ઈઝરાયેલ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ યોલ ગુજાંસ્કી પણ આવું માને છે. તેમણે જણાવ્યું હતું કે તે દેશ ઈચ્છે છે કે ટ્રમ્પ સત્તામાં રહે. તે બાઈડેનના રાષ્ટ્રપતિ બનવા અંગે ચિંતિત છે. તેમને બીક છે કે બાઈડેન માનવાધિકાર જેવા મુદ્દા અંગે તેમની પર કડક અને ઈરાન પર નરમ થઈ શકે છે. જો બાઈડન આવશે તો એવાં હથિયારોના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેશે, જેની પર ટ્રમ્પને અભિમાન છે.

ટ્રમ્પના અધિકારીઓનું શું માનવું છે
આ બધાની વચ્ચે ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ સમજૂતીનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરવાની વાતને ખોટી ગણાવે છે. તેમણે કહ્યું હતું કે ટીકાકાર ઈઝરાયેલ અને ખાડી દેશોને એકબીજા સાથે જોડવા માટે ટ્રમ્પને તેમની ડિપ્લોમેટિક મહેનતનું શ્રેય આપવા માગતા નથી. આ અધિકારીઓ અત્યારસુધી એ વાત અંગે ચોક્કસ નથી કે આરબ વર્લ્ડ લાંબા સમય સુધી દુશ્મન ગણાવતા ઈઝરાયેલને પાર્ટનર તરીકે અપનાવવા માટે તૈયાર છે કે નહીં.

આવી તક ક્યારેક ક્યારેક જ મળે છેઃ કુશનર
સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ટ્રમ્પના જમાઈ અને એડવાઈઝર જૈરેડ કુશનરે કહ્યું હતું કે ઈઝરાયેલ અને બહેરીન અથવા ઈઝરાયેલ અથવા UAE વચ્ચે ઘણી વખત વાત થઈ. આ વાતચીત ઘણા સ્તરે થઈ. અમે બન્ને પક્ષો વચ્ચે વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. ઈઝરાયેલ સાથે બે ખાડી દેશ વચ્ચે સમજૂતી અંગે તેમણે કહ્યું હતું કે કોઈ શાંતિ કરારને જોવાની તક ક્યારેક ક્યારેક જ મળે છે. આનાથી પણ મુશ્કેલ છે એક જ દિવસમાં બે શાંતિ સમજૂતીનો અનુભવ કરવાનું છે.

આ છે ખાડી દેશોની સમજૂતી કરવાનું કારણ
ટ્રમ્પના મિડલ ઈસ્ટના પાર્ટનર્સ માટે આ સમજૂતી કરવાનાં કારણો છે. તેમને વ્હાઈટ હાઉસના સાઉથ લોનમાં 200 અન્ય મહેમાનો સાથે એમાં સામેલ થવાની તક મળશે. સાઉદી આરબ અને UAE યમનના સિવિલ વોરમાં સૈન્ય દખલગીરી આપવાને કારણે અમેરિકાની છાપ બગડી છે, એને સુધારવામાં મદદ મળશે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન 2018માં જર્માલિસ્ટ જમાલ ખગોશીની હત્યા પછી અલગ થઈ ગયા છે. આ તેમના માટે પણ મદદરૂપ સાબિત થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ બિન સલમાનને ખાનગી રીતે સમર્થન આપી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post