• Home
  • News
  • Cartosat-3નું સફળ લૉન્ચિંગ, દુશ્મનો પર રાખશે ચાંપતી નજર
post

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ પોતાના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાર્ટોસેટ-3ને સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-27 10:48:27

શ્રીહરિકોટા : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ પોતાના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાર્ટોસેટ-3ને સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધો છે. કાર્ટોસેટ-3 સેટેલાઇટ ભારતીય સેના માટે ખૂબ મદદરૂપ સાબિત થવાનો છે. આ સૈન્ય જાસૂસી ઉપગ્રહને પીએસએલવી-સી47 (PSLV-C47) દ્વારા તેની કક્ષામાં પહોંચાડવામાં આવ્યો. કાર્ટોસેટ-3ની સાથે જ અમેરિકાના 13 નેનો ઉપગ્રહને પણ લૉન્ચ કરવામાં આવ્યા છે.

કાર્ટોસેટ-3નો કેમેરા એટલો તાકાતવાન છે કે તે અંતરિક્ષથી જમીન પર 1 ફુટથી પણ ઓછું (9.84 ઈંચ)ની ઊંચાઈ સુધીની તસવીર લઈ શકશે. આ કેમેરા દ્વારા ખૂબ ઝીણી ચીજોને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હવે ભારતીય સેનાઓ પાકિસ્તાનની નાપાક હરકતો અને તેમની આતંકવાદી ગતિવિધિઓ પર બાજ જેવી નજર રાખી શકશે. જરૂર પડતાં આ સૅટેલાઇટની મદદથી સર્જિકલ કે એર સ્ટ્રાઇક પણ કરી શકાશે.Cartosat-3 પોતાની સીરીઝનો નવમો સૅટેલાઇટ છે. કાર્ટોસેટ-3નો કેમેરા એટલો તાકાતવાન છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઊંચાઈથી જમીન પર 9.84 ઈંચની ઊંચાઈ સુધીની સ્પષ્ટ તસવીર લઈ શકશે. એટલે કે આપના કાંડા પર પહેરેલા ઘડિયાળનો ચોક્કસ સમય પણ તે જાણી શકશે.

આ કાર્ટોસેટ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે જેને શ્રીહરિકોટા (Sriharikota) સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર (Satish Dhawan Space Centre)ના સેકન્ડ લૉન્ચ પૅડથી લૉન્ચ કરવામાં આવ્યો. ઈસરોએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, પીએસએલવી-સી47 અભિયાનના લૉન્ચ માટે શ્રીહરિકોટામાં આજે સવારે 7:26 વાગ્યે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. 27 નવેમ્બરના રોજ સવારે 9:28 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે.

ડિફેન્સ એક્સપર્ટ્સનો દાવો છે કે, હજુ સુધી આટલી ચોકસાઈ વાળો સૅટેલાઇટ કેમેરા કોઈ દેશે લૉન્ચ નથી કર્યો. અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડિજિટલ ગ્લૉબનો જિયોઆઈ-1 સેટેલાઇઠ 16.14 ઈંચની ઊંચાઈ સુધીની તસવીરો લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક માટે કાર્ટોસેટ સૅટેલાઇટની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત વિભિન્ન પ્રકારના હવામાનમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ છે. પ્રાકૃતિક આપત્તિઓમાં મદદ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post