• Home
  • News
  • ISROના યાન આદિત્ય એલ-1ની કમાલ, 15 લાખ કિલોમીટર દૂર આવેલા સૂર્યની અદભૂત તસવીરો કેમેરામાં કેદ કરી
post

સોલર સ્ટોર્મથી સૂર્ય થયો રંગબેરંગી, તસવીર જોઈ તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

Written By newsonline | Ahmedabad | Published: 2024-06-11 17:17:12

નવી દિલ્લી: ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ 1એ સૂર્યની કેટલીક તસવીરો કેપ્ચર કરી છે, જેને ઈસરોએ જાહેર કરી છે. આ તસવીરો મે 2024માં આવેલા સૌર વાવાઝોડાની છે. જેને આદિત્ય-એલ1 અવકાશયાન પર લગાવેલા બે ઓનબોર્ડ રિમોટ સેન્સિંગ સાધનો દ્વારા લેવામાં આવી હતી. આ એ જ સૌર વાવાઝોડું હતું, જેના કારણે ભારતમાં લદ્દાખ સહિત વિશ્વના ઘણા ભાગોમાં આકાશ અનોખા પ્રકાશથી લાલ થઈ ગયું હતું.

આ તસવીરો કોરોનલ માસ ઇજેક્શનની છે
તસવીરો જાહેર કરતા, ISRO X પર એક પોસ્ટમાં લખ્યું કે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) અને વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) એ મે 2024 દરમિયાન સૌર એક્ટિવિટીજને કેપ્ચર કરી છે. એ પણ લખ્યું કે આદિત્ય-L1ના પેલોડે કોરોનલ માસ ઇજેક્શન સાથે સંકળાયેલા ઘણા એક્સ-ક્લાસ અને એમ-ક્લાસ ફ્લેર્સને કેપ્ચર કર્યાં છે.

સોલાર સ્ટોર્મ પછી સૂર્યમાં પરિવર્તન આવ્યું:

8 મેથી 15 મે સુધી, સૂર્ય પર સક્રિય પ્રદેશ AR13664 ઘણા એક્સ-ક્લાસ અને એમ-ક્લાસ ફ્લેયર્સ જ્વાળાઓ ફાટી નીકળી. જે 8 મે અને 9 મે દરમિયાન થયેલા કોરોનલ માસ ઇજેક્શન (CME) સાથે સંકળાયેલી હતી. આના કારણે 11 મેના રોજ એક મોટું જિઓમેગ્નેટિક વાવાઝોડું આવ્યું. આ ફોટા સનસ્પોટ્સ, ઓમ્બ્રા, પેનમ્બ્રા અને પ્લેજની ચમક દર્શાવે છે. ISRO કહે છે કે આનાથી ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ (અવકાશની ઘટનાઓ પર રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકો) સૌર જ્વાળાઓ, તેમના ઊર્જા વિતરણ, સનસ્પોટ્સ, વિશાળ તરંગલંબાઇમાં યુવી રેડિયેશન અને લાંબા ગાળાની સૌર વિવિધતાના અભ્યાસમાં મદદ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post