• Home
  • News
  • લિઝા હેડને ઇન્સ્ટાગ્રામ પર બીજા દીકરા લીઓનો ફોટો શેર કર્યો
post

2016માં ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:20:39

નવી દિલ્લી : 

33 વર્ષીય એક્ટ્રેસ લિઝા બીજીવાર માતા બની છે. તેણે સોશિયલ મીડિયા પર તેના બંને દીકરાનો ફોટો શેર કર્યો છે. પહેલા દીકરા ઝેક સાથે બીજા દીકરા લીઓનો ફોટો શેર કરી તેણે લખ્યું કે, ‘સ્પીચલેસ થઇ ગઈ છું અને તમને બંનેને જોવા ખૂબ ગમે છે. મને વિશ્વાસ નથી થતો કે હું તમારી માતા છું.

લિસાએ બિઝનેસમેન ડીનો લાલવાણી સાથે 2016માં લગ્ન કર્યાં હતાં. પહેલા બાળક ઝીકનો જન્મ 2017માં થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તેણે સેકન્ડ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

લિઝાએ 2010માં આઈશાફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ તે ક્વીન’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘ધ શોકિન્સ’, ‘રાસકલ્સઅને હાઉસફુલ 3’ જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. તે ધ ટ્રિપનામની વેબ સિરીઝમાં પણ દેખાઈ હતી. ઉપરાંત તેણે ટોપ મોડેલ ઇન્ડિયા ટીવી શોના જજ તરીકે પણ કામ કર્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post