• Home
  • News
  • જાન્યુઆરી અડધો વીત્યો પણ 40ને બદલે 8 ઈંચ જ હિમવર્ષા થઈ, 58 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
post

બરફની ઈવેન્ટ આયોજિત થઈ શકી રહી નથી, પર્યટન ઉદ્યોગ પર મોટું જોખમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 09:02:01

ટોક્યો: એક તરફ એશિયાના અનેક દેશ ભારે હિમવર્ષાથી પરેશાન છે ત્યારે જાપાનમાં અડધું જાન્યુઆરી વીતી જવા છતાં ફક્ત 8 ઈંચ હિમવર્ષા થઇ છે. જોકે ગત વર્ષોમાં દરમિયાન 40 ઈંચ હિમવર્ષા થતી હતી. 1961થી અત્યાર સુધી સૌથી ઓછી હિમવર્ષા છે. તેના લીધે સૌથી ચર્ચિત ઈવેન્ટ સ્કી જમ્પિંગ વર્લ્ડકપ પણ યોજાઈ શકી રહ્યું નથી. કેમ કે ગેમ માટે ઓછામાં ઓછી 24 ઈંચ હિમવર્ષા જરૂરી છે. સેપોરોમાં પણ મોટું સ્નો ફેસ્ટિવલ યોજાઇ શકી રહ્યું નથી. પર્યટનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ છે. ટોક્યો યુનિ.ના પ્રોફેસર કેવિન શોર્ટ મુજબ ગ્લોબલ વોર્મિંગ અને ઓસ્ટ્રેલિયાની આગને કારણે આવું થયું છે. ભવિષ્યમાં પણ મોટા વાવાઝોડા, વરસાદના સ્વરૂપમાં તેના પરિણામ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે.


6
હજાર ટ્રકો ભરી 5-5 ટન બરફ મગાવાયો
જાપાનની હવામાન એજન્સી કહે છે કે અત્યાર સુધી સરેરાશ 48 ટકા ઓછો બરફ પડ્યો છે. ગત વર્ષે ફેસ્ટિવલમાં દુનિયાની ચર્ચિત ઈમારતોની પ્રતિકૃતિ બનાવાઈ હતી. પણ બરફના અભાવે ચાલુ વર્ષે તે શક્ય નથી. 31 જાન્યુઆરીથી ઈવેન્ટ શરૂ થશે. બરફની ખોટ પૂરી કરવા 5 ટનની 6 હજાર ટ્રકો ભરીને બરફ મગાવાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post