• Home
  • News
  • બહેને જ હવસખોર ભાઈને પતાવી દીધો:નશામાં ચકચૂર થઈને બીભત્સ માગણી કરતાં વિધવા બહેનનો પિત્તો ગયો, ઘરમાં પડેલું ધારિયું લઈને ભોંયભેગો કરી નાખ્યો
post

પેનલ પીએમમાં કોઝ ઓફ ડેથનો ખુલાસો થતાં પોલીસે આ દિશામાં તપાસ સાંધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-05 17:44:28

નડિયાદ: ખેડા જિલ્લામાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવાતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદના મંજીપુરા ગામે દારૂના નશામાં ચકચૂર ભાઈએ જ વિધવા બહેન સાથે બીભત્સ માગણી કરતાં મામલો હત્યામાં પરિણમ્યો છે. ઘરમાં બહેનને એકલી જોતાં ભાઈએ બહેનની સામે પેન્ટ ઉતારી હાથ પકડી બીભત્સ માગણી કરતાં બહેને આવેશમાં આવી ધારિયું મારી હવસખોર ભાઈની હત્યા કરી હતી. હત્યા બાદ બહેને ઘરમાં ભાઈ આકસ્મિક પડી ગયા હોવાનું પોલીસમાં જણાવતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી. જોકે બાદમાં પોલીસને શંકા જતાં પેનલ પીએમ કરાવ્યું હતું, જેમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થતાં મૃતકની બહેનની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. આ કેસમાં મૃતકનાં પત્ની કે પરિવારજનોએ ફરિયાદ ન નોંધાવતાં પોલીસે જાતે જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બહેને પોલીસને કહ્યું- 'મારો ભાઈ પડી જતાં ઇજાગ્રસ્ત થયો હતો'
નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતો સુનીલ બચુભાઈ પરમાર ગત 3 જૂનના રોજ પોતાના ઘરે આકસ્મિક રીતે પડી જતાં મોત નીપજ્યું હોવાની વર્ધી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાંથી નડિયાદ રૂરલ પોલીસમાં આવી હતી, જેથી પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. એમાં મૃતકની વિધવા બહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેનો ભાઈ ઘરમાં આકસ્મિક રીતે પડી જતાં તેને ઇજાઓ પહોંચતાં તે બેભાન થઇ ગયો હતો, જેથી તેને હોસ્પિટલ લઇને આવ્યા છીએ, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે, જેથી પોલીસે સૌપ્રથમ અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

 

મૃતદેહ પર ઇજાઓનાં નિશાન જોતાં પોલીસને શંકા ગઈ
ડેડબોડી જોતાં પોલીસને શંકા ગઇ હતી, કારણ કે મૃતક સુનીલ પરમારને નીચે પાછળ બોચીના ભાગે કોઈ તીક્ષણ હથિયારની ઇજા થયેલાનો ઘા પડેલો હતો તેમજ માથાના ઉપર ડાબી બાજુના ભાગે પણ તીક્ષ્ણ હથિયારનો ઘા પડેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ડાબી આંખ પાસે ઇજા થઇ હોવાનું જણાયું હતું. કાનમાંથી લોહી નીકળતું હતું અને ગળા ઉપર ખૂબ જ લોહી ચોટેલું હતું. છાતીના ભાગ ઉપર સોળ પડેલું નિશાન હતું. પાછળ બરડામાં ડાબા તથા જમણા પડખે બોથડ પદાર્થ મારેલાના સોળ પડેલોનું નિશાન જણાયું હતું, જેથી પ્રથમ દૃષ્ટિએ પડી જવાથી નહિ, પણ કોઇકે સુનીલને તીક્ષ્ણ હથિયારથી માથામાં તેમજ માથાની પાછળ બોચીના ભાગે માર મારતાં મોત નીપજ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, જેથી પોલીસે પેનલ પીએમ કરાવતાં રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ થયું હોવાનું ઉજાગર થયું હતું.


બહેનની કડક પૂછપરછ કરતાં ભાગી પડી
પેનલ પીએમમાં કોઝ ઓફ ડેથનો ખુલાસો થતાં પોલીસે આ દિશામાં તપાસ સાંધી હતી અને આસપાસના રહીશોની પૂછપરછ કરતાં મૃતક સુનીલને તેની વિધવા બહેન સંગીતા સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતકની બહેન સંગીતાની કડક પૂછપરછ કરતાં તે ભાગી પડી હતી અને હકીકત વર્ણવતાં તેણે જણાવ્યું હતું કે ગત 2 જૂનના રોજ ‌સાંજના સમયે હું ઘરે રોટલા બનાવતી હતી. એ વખતે સુનીલ દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરે કોઇ ન હોઇ, જેથી તેણે તેનું પેન્ટ ઉતારી નાખી તેનો હાથ પકડી ઘરમાં લઇ જવા ખેંચી તેની પાસે બીભત્સ માગણી કરી હતી.

ધારિયું પગમાં મારવા જતાં તે નીચે નમ્યો ને બોચીમાં વાગ્યું
સંગીતાએ પોલીસ સમક્ષ વધુમાં કબૂલાત કરતાં જણાવ્યું હતું કે ધારિયું પગમાં મારવા જતાં તે નીચે નમી જતાં તેના બોચીના ભાગે વાગી ગયું હતું, જેથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બાદ પણ નશામા ચકચૂર સુનીલ જમીન પર પડ્યો પડ્યો બબડતો હતો, જેથી દંડા વડે તેને માર માર્યો હતો. ત્યાર બાદ ભાઇ બેભાન થઇ જતાં દંડો અને ધારિયું સંતાડી દીધું હતું. ત્યાર બાદ બેભાન ભાઇને હોસ્પિટલ લઇને આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં ફરિયાદ કરવા મૃતકની પત્ની કે પરિવારજનો તૈયાર ન થતાં પોલીસ જાતે ફરિયાદી બની છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આરોપી મહિલાની આઈપીસી 302 મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post