• Home
  • News
  • પહેલીવાર ભારત પ્રવાસે ટ્રમ્પ પરિવાર, પત્નીની સાથે દીકરી ઈવાન્કા અને જમાઈ પણ આવશે
post

અમદાવાદ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 08:57:26

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ તેમની પહેલી ભારત મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશ્નર પણ ભારત મુલાકાતે આવવાના છે. નોંધનીય છે કે, ઈવાન્કા ટ્રમ્પ અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો હિસ્સો છે અને જમાઈ જેરેડ કુશ્નર અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર છે. આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, ટ્રમ્પ પરિવાર સાથે કોઈ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આયોજીત કરવામાં આવેલા નમસ્તે ટ્રમ્પકાર્યક્રમમાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા જ હાજરી આપશે. જ્યારે આગ્રા અને દિલ્હીના દરેક કાર્યક્રમમાં દીકરી ઈવાન્કા અને જમાઈ હાજર રહેશે. નોંધનીય છે કે, ઈવાન્કા ટ્રમ્પ નવેમ્બર 2017માં હૈદરાબાદ આવી હતી. ત્યાં તેણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ટ્રમ્પ સાથે ભારત આવશે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવે તેવી શક્યતા છે. આ ઉચ્ચ સ્તરિય પ્રતિનિધિમંડળમાં સીનિયર સલાહકાર જેરેડ કુશનર (Jared Kushner), યુએસ ટ્રેડ પ્રતિનિધિ રોબર્ટ લાઈટલાઈઝર (Robert Lighthizer), NSA રોબર્ટ ઓ બ્રેન (Robert O’Brien), ટ્રેઝરી સ્ટીવ મેનુચિન (Treasury Steve Mnuchin)ના સેક્રેટરી, કોમર્સ વિલબર રૉસ એન્ડ ડિરેક્ટરના સેક્રેટરી, ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ, મિક મુલવેની સામેલ થવાના છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post