• Home
  • News
  • J&K: કુપવાડામાં ઘૂસણખોરીનું મોટુ ષડયંત્ર નિષ્ફળ, 1 આતંકવાદી ઠાર
post

અગાઉ સોમવારે સવારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના બાલાપોરામાંથી બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:26:59

શ્રીનગર: સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. આ ઓપરેશનમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. સેના દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ અગાઉ સોમવારે સવારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના બાલાપોરામાંથી બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બંને પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.

બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એક આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો જેને યુરોપથી સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. પોલીસે જમ્મુમાં પાકિસ્તાન તરફથી ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો ઉતારવામાં સામેલ બે લોકોની ધરપકડ કરી હતી. 

આરએસ પુરા ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ (IB) સાથે બાસપુર બાંગ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયાર ઉતારવામાં આવ્યા હોવાની તપાસ દરમિયાન ડોડાના ચંદર બોઝ અને કેમ્પ ગોલ ગુજરાલ, જમ્મુના શમશેર સિંહને પકડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તેમની પાસેથી ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન અને 47 ગોળીઓ મળી આવી છે.

ADGP મુકેશ સિંહે કહ્યું કે, પૂછપરછ દરમિયાન બોસે ખુલાસો કર્યો કે, તે સિંઘના ઈશારે કામ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બંનેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આતંકવાદી મોડ્યુલનો ઓપરેટર યુરોપમાં છે. સિંઘે કહ્યું કે અમે બંને બલવિંદર નામના ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW)ના સંપર્કમાં હતા જેઓ જમ્મુના છે અને હવે યુરોપમાં સ્થાયી થયા છે.

તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ અને OGW પ્રતિબંધિત આતંકવાદી સંગઠન માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બલવિંદર ભારતમાં આરોપીઓ અને પાકિસ્તાનમાં હથિયારોના કન્સાઈનમેન્ટ ઓપરેટર્સ બંને સાથે સંકલન કરતો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post