• Home
  • News
  • મની લોન્ડરિંગ કેસમાં જેકલિનને જામીન:કોઈ ઓળખી ના શકે તે માટે એક્ટ્રેસ વકીલના કપડાંમાં કોર્ટ આવી, હવે 22 ઓક્ટોબરે સુનાવણી
post

EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-26 20:08:08

મુંબઈ: 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા કોર્ટે 50 હજાર રૂપિયાના બેલ બૉન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે. 26 સપ્ટેમ્બરના રોજ કોઈ ઓળખી ના જાય તે માટે જેકલિન વકીલના કપડાં પહેરીને કોર્ટમાં આવી હતી. ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના ખંડણી કેસમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.

જેકલિનની જામીન અરજી અંગે કોર્ટે ED પાસે જવાબ માગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે કહ્યું હતું કે જ્યાં સુધી આનો જવાબ મળતો નથી, ત્યાં સુધી તેની રેગ્યુલર બેલ કોર્ટમાં પેન્ડિંગ રહેશે. આ કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરના રોજ થશે.

17 ઓગસ્ટે EDએ ચાર્જશીટમાં જેકલિનને આરોપી બનાવી હતી
આ કેસમાં ED17 ઓગસ્ટના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં જેકલિનને આરોપી બતાવવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે જેકલિનને સમન્સ મોકલ્યું હતું. તે સમયે જ એક્ટ્રેસે જામીન માટે અરજી કરી હતી. થોડાં સમય પહેલાં જ આર્થિક ગુના શાખાની ટીમે જેકલિનની સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.

સુકેશે જેક્લિનને 9-9 લાખ રૂપિયાની બિલાડી આપી
ED
ની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.

200 કરોડના મની લોન્ડરિંગનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post