• Home
  • News
  • જાડેજા પ્રમોટ, રોહિત-કોહલીની જેમ A+ ગ્રેડ મળ્યો:BCCI 7 કરોડ આપશે, ગિલ-સૂર્યાને પણ ફાયદો; કેએલ A થી B ગ્રેડમાં ગયો
post

ઓપનર શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ગ્રેડ Bમાં પ્રમોટ કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:42:38

BCCIએ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજાને રવિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટમાં પ્રમોશન મળ્યું છે. તેઓ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહના A+ ગ્રેડમાં જોડાઈ ગયા છે. આ તમામને 7-7 કરોડ રૂપિયા મળશે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 માટે જાહેર કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલનો A ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામને વર્ષ માટે 5-5 કરોડ રૂપિયા મળશે. આ ગ્રેડમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે અને અક્ષર પટેલને પ્રમોટ કરવામાં આવ્યા છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત આ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ઓપનર કેએલ રાહુલને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ બી ગ્રેડમાં જતાં રહ્યા છે.

બોર્ડની યાદીમાં 26 ખેલાડીઓ
બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાં 26 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે A+ ગ્રેડમાં ચાર ખેલાડીઓ છે, જ્યારે દર વખતે આ ગ્રેડમાં માત્ર ત્રણ ખેલાડીઓને સ્થાન મળે છે. પાંચ ખેલાડીઓને A ગ્રેડમાં, છને Bમાં, 11ને Cમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગિલ-સૂર્યા B ગ્રેડમાં પ્રમોટ
ઓપનર શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ગ્રેડ Bમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. શાર્દુલ ઠાકુરને Bમાંથી C માં ધકેલવામાં આવ્યા છે.

રાહણે-ઇશાંત અને ભુવી બહાર
ટેસ્ટ સ્પેશલિસ્ટ બેટર અજિંક્ય રહાણે, બોલર ઈશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને મયંક અગ્રવાલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બંનેને છેલ્લીવાર ગ્રેડ Bમાં રાખવામાં આવ્યા હતાં.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post