• Home
  • News
  • જમ્મૂ-કાશ્મીરમાં 5 માર્ચથી શરૂ થનારી પંચાયત ચૂંટણી મુલતવી, સુરક્ષા કારણોના લીધે નિર્ણય
post

5 માર્ચથી 20 માર્ચ સુધી 12500 પંચાયત સીટો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 08:35:08

જમ્મૂ: જમ્મૂ-કાશ્મીરમાં 5 માર્ચથી થનારી પંચાયત ચૂંટણી 3 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે મંગળવારે કહ્યું કે સુરક્ષાના કારણોથી ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, નવા શેડ્યૂલની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે. પંચાયત ચૂંટણીને લઇને વિપક્ષી પાર્ટીઓએ નારાજગી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારા નેતા નજરકેદ છે તેથી અમે ચૂંટણીમાં સામેલ નહીં થઇ શકીએ. રાજ્યના દરેક બ્લોકમાં 12500 પંચાયત સીટો માટે 5 માર્ચથી 20 માર્ચ સુધી 8 તબક્કામાં પંચાયત ચૂંટણી યોજવાની હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post