• Home
  • News
  • જયેશ રાદડિયાએ ટોલ ન ભરી 450 વાહન ધરાર પસાર કરાવ્યાં
post

કેબિનેટ મંત્રીએ ભરૂડી ટોલનાકે કેશ લેનમાં ફસાયા બાદ રોફ જમાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 09:03:21

રાજકોટ: કેન્દ્ર સરકારે દરેક ટોલબૂથ પર એક કેશ લેન સિવાય તમામ લેન ફાસ્ટટેગ કરી દીધા છે. નિયમ લાગુ થતાં કેશલેનમાં ઘણો ટ્રાફિક થયો હતો. તેમાં વળી મંત્રી જયેશ રાદડિયાની કારમાં ફાસ્ટેગ હોવાથી કેશ લાઈનમાં ફસાતા મંત્રીએ મગજ ગુમાવ્યું હતું અને કારમાંથી ઉતરી ટોલના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી મનફાવે તેમ બોલીને રોફ જમાવ્યો હતો, તેમણે તમામ લેનમાંથી ધરાર બૂમ ઊંચા કરાવ્યા હતા અને વાહનોને ટોલ ભરી રવાના કરાવ્યા હતા. ટોલનું સંચાલન કરતી કંપની નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી 450 વાહનનો અંદાજે 1 લાખ રૂપિયા જેટલો ટોલટેક્સ રિકવર કરશે.


માથાકૂટ થયાની વાત નથી, ટ્રાફિક હતો એટલે નીચે ઉતર્યો
કેબિનેટ મંત્ર જયેશ રાદડિયાએ જણાવ્યુ હતું કે, એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ભરૂડી ટોલનાકેથી પસાર થયો હતો. ત્યાં વાહનોની મોટી લાઈનો હોવાથી કારમાંથી નીચે ઉતર્યો હતો અને ટ્રાફિક ઝડપથી ક્લિયર કરવા સૂચના આપી હતી. અહીંનો સ્ટાફ મને સારી રીતે ઓળખે છે તેથી માથાકૂટ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post