• Home
  • News
  • બેજોસે કહ્યું- અગામી 5 વર્ષમાં 71 હજાર કરોડ રૂપિયાના મેક ઈન ઈન્ડિયા પ્રોડકટ્સ વિશ્વમાં એક્સપોર્ટ કરશે
post

બેજોસે કહ્યું- ભારતમાં નાના કારોબારીઓને ડિજિટાઈઝ કરવા માટે અમે 7100 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 10:38:25

નવી દિલ્હીઃ લગભગ 8.30 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ વાળા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ ભારતની મુલાકાતે છે. અમેઝોનના ફાઉન્ડર અને CEO બેજોસે બુધવારે દિલ્હીમાં નાના-મધ્યમ કારોબારીઓ માટે આયોજિત કાર્યક્રમએમેઝોન સંભવમાં ભારતને લઈને બે જાહેરાત કરી. તેમણે કહ્યું- એમેઝોન 2025 સુધીમાં 10 અબજ ડોલર(71 હજાર કરોડ રૂપિયા)ની કિંમતના મેક ઈન ઈન્ડિયા પ્રોડકટ્સ એક્સપોર્ટ કરશે. ઉપરાત ભારતમાં નાના અને મધ્યમ કારોબારીઓને ડિજિટાઈઝ કરવા માટે એક અબજ ડોલર(7,100 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે. બેજોસે જાહેરાતનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું એમેઝોન પણ એક સમયે નાનો બિઝનેસ હતો.


બેજોસના સંબોધનના મુખ્ય અંશ

સદી ભારતની હશે

ભારતનો જોશ, ઉર્જા અને અહીંના લોકો વિશેષ છે, અહીં લોકતંત્ર છે. સદી ભારતની હશે. 21મી સદીમાં ભારત-અમેરિકાનું ગઠબંધન સૌથી મહત્વનું હશે. બેજોસે ક્લાઈમેટ ચેન્જના મુદ્દા પર કહ્યું- જે પણ તેની વિપરીત અસરોને જાણતા નથી તે ભૂલ કરી રહ્યાં છે. છેલ્લા 10-20 વર્ષમાં ક્લાઈમેટ ચેન્જની અસરની હકીકતને સમજવામાં લોકોએ ગંભીરતા દર્શાવી નથી. મુદ્દે વિશ્વભરના લોકોએ એક થવાની જરૂર છે. એમેઝોન 2030 સુધી 100 ટકા સ્થાયી વિજળી(સસ્ટેનેબલ ઇલેક્ટ્રિકસીટી)નો ઉપયોગ કરવા લાગશે. તાજેતરમાં અમે 1 લાખ ઈલેક્ટ્રિક ડિલીવરી વાહન ખરીદવાનો નિર્ણય કર્યો છે. જૂન સુધીમાં અમે પ્લાસ્ટિકનો વપરાશ પણ બંધ કરી દઈશું.


એક સફળતાથી ઘણી નિષ્ફળતાઓની ભરપાઈ શકય

નિષ્ફળતાઓ માટે એમેઝોન વિશ્વની સૌથી મોટી જગ્યા છે, કારણ કે અમે ખૂબ વધુ અભ્યાસ કરીએ છીએ. નિષ્ફળતાઓ બે પ્રકારની હોય છે. પ્રથમ અને સૌથી મહત્વની કે જેનાથી આપણે કઈક શીખવા અને પ્રયોગ કરવાને લાયક બનીએ છીએ. બીજા પ્રકારની નિષ્ફળતા કામ અને શ્રેષ્ઠતા અંગેની હોય છે, તેનાથી આપણે જરૂર બચવું જોઈએ. તેનાથી આપણે જરૂર બચવું જોઈએ. શીખ તેમાથી પણ લેવી જોઈએ, પરંતુ સ્વીકાર કરવો જોઈએ કે આવી નિષ્ફળતા ખરાબ હોય છે. એક સફળતા અને એક વિજેય ડઝન જેટવી નિષ્ફળતાની ભરપાઈ કરી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post