• Home
  • News
  • પેટા ચૂંટણીમાં તમામ છ બેઠક પર ભાજપનું કમળ ખીલશે : જીતુ વાઘાણી
post

ભાજપા પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આગામી 21 ઑક્ટોબરના રોજ યોજાનાર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અમરાઈવાડી વિધાનસભા બેઠક પરના ભાજપાના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 12:35:34

અમદાવાદ : ભાજપા પ્રદેશ અઘ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આગામી 21 ઑક્ટોબરના રોજ યોજાનાર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અમરાઈવાડી વિધાનસભા બેઠક પરના ભાજપાના ઉમેદવાર જગદીશ પટેલના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. આ પ્રસંગે વાઘાણીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પેટા ચૂંટણીમાં તમામ છ બેઠખ પર જનતાના આશીર્વાદથી ભાજપનું કમળ ખીલવું નિશ્ચિત છે. નોંધનીય છે કે અમરાઈવાડી બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે.

કૉંગ્રેસ પર આક્ષેપ કરતા વાઘાણીએ જણાવ્યું હતું કે, 1995 પહેલાના ગુજરાતમાં રોડ, પાણી, ગટર, શિક્ષણ, આરોગ્ય, વીજળી ક્ષેત્રે કોઈ પણ પ્રકારની માળખાકીય સુવિધા ન હતી. પ્રજા આ અવ્યવસ્થાથી ત્રસ્ત હતી અને કૉંગ્રેસ ભ્રષ્ટાચારમાં મસ્ત હતી. લતીફ સહિત અનેક લુખ્ખા તત્વો બેફામ રીતે અરાજકતા ફેલાવતા હતા.આજે જનતાએ ભાજપા પાર મૂકેલા વિશ્વાસ તેમજ ભાજપાના સુશાસનના પરિણામ સ્વરૂપ જ ગુજરાત શાંતિ અને સૌહાર્દના વાતાવરણ સાથે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓથી સજ્જ છે.

રામમંદિર પર કૉંગ્રેસ પર પ્રહાર કરતા વાઘાણીએ જણાવ્યું કે, કૉંગ્રેસને તો રામના અસ્તિત્વ પર જ શંકા છે. આથી જ કૉંગ્રેસે રામ અને રામ સેતુ કાલ્પનિક છે તેવું એફિડેવિટ કોર્ટમાં કર્યું હતું. ભાજપાનો મત સ્પષ્ટ છે કે, ભગવાન શ્રી રામ હિન્દુ ધર્મના આરાધ્ય દેવ હતા છે અને રહેશે.આગામી મહિને અયોધ્યા અંગેનોનો ચુકાદો આવવાનો છે. ચુકાદો રામ મંદિરના પક્ષમાં આવશે તેવો ભાજપને આશાવાદ છે.

પેટા ચૂંટણીની તમામ છ બેઠક પર જીતના વિશ્વાસ સાથે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નેતૃત્વવિહીન કૉંગ્રેસ ભાંગી ગઈ છે. કૉંગ્રેસ હવે જનતાનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. ફક્ત ચૂંટણી ટાણે લોભ-લાલચો આપીને મત મેળવવાની કૉંગ્રેસની મેલી મુરાદને જનતા સુપેરે પારખી ગઈ છે. મોદી સરકાર આજે પ્રામાણિકતાની સાથે સાથે એક સ્પષ્ટ નીતિથી દેશનું સાશન કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post