• Home
  • News
  • પાણીનો બગાડ 24X7 / અમદાવાદમાં પાણી નહીં મળવાની રોજની 480 ફરિયાદ, જોધપુર વોર્ડ પાંચ ગણું પાણી વાપરે છે
post

24 કલાક પાણીની યોજના હેઠળ મ્યુનિ.એે 9 સોસાયટીમાં વોટર મીટરનું રીડિંગ કરતાં પાણીનો વેડફાટ સામે આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 08:27:41

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પાણી નહીં મળતું હોવાની પ્રત્યેક વોર્ડની રોજની 10 ફરિયાદ મુજબ 48 વોર્ડમાં 480 ફરિયાદો મ્યુનિ.ને મળે છે.તેની સામે જોધપુર વોર્ડમાં 24 કલાક પાણી આપવાની યોજના અંતર્ગત દૈનિક 187 લાખ લિટર પાણીની ડિમાન્ડની સામે 276 લાખ લિટર પાણીનો સપ્લાય અપાય છે. જેના લીધે વોર્ડમાં શુદ્ધ પાણી ગાર્ડનિંગ, ગાડી ધોવા માટે સૌથી વધુ વપરાય છે. વોર્ડમાં 98 ટકા વિસ્તારોમાં વોટર મીટર લગાવી દેવાયા છે. મ્યુનિ. આનંદનગરના 364 મકાનોના વોટરમીટરના રીડીંગ માત્ર અભ્યાસ માટે લીધા હતા. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નેશનલ અર્બન સ્ટાર્ન્ડડે નક્કી કરેલા ઘરદીઠ 715 લિટર પાણીના વપરાશ સામે 152 મકાનોમાં દૈનિક 800 થી 3808 લિટર સુધી પાણીનો વપરાશ કરવામાં આવે છે. વોટર પોલિસિ બનાવવાની તૈયારી ચાલી રહી છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી પોલિસિ વર્ષે લાગુ થશે નહીં ત્યારે યોજના નિષ્ફળ જવાની શક્યતાઓ છે.


9 સોસાયટીમાં વપરાશનું વોટર મીટર રીડિંગ : 

સોસાયટી

લઘુતમ

મહત્તમ

વૃંદાવન સોસાયટી

353

3808

બાજીગર સોસાયટી

222

2590

ભવાનીછાયા

222

2379

પીયૂષનગર-1

466

1218

પીયૂષનગર-2

181

2819

રંગદીપ

457

3881

શક્તિનિલય

505

3376

ભગવતીનગર

245

1976

કૃષ્ણબાગ

407

2135


2013થી શરૂ કરાયેલો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે :
14
ઓક્ટોબર 2013ના રોજ જોધપુર વોર્ડમાં 24x7 પાણી આપવાનો પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં વોર્ડના 5 ભાગ પાડી તેની વસતી અને પ્રોપર્ટી મુજબ પાણીનું નેટવર્ક-મીટરિંગ એરિયા નક્કી કરાયો હતો.

ડિસ્ટ્રિક મીટરિંગ એરિયા

વસતી

પ્રોપર્ટી

આનંદનગર

38983

718

ઘરવિહોણા

33729

1202

ગામતળ

58938

2224

ગોકુલ આવાસ

28925

1279

પ્રમુખ

54465

1054


હવે અહીં 24 કલાક પાણી આપવા યોજના :
શહેરમાં નવા વિકસિત થતાં 6 વિસ્તારોમાં પણ 24 કલાક પાણીની યોજના અમલી બનાવવા માટે મ્યુનિ. તૈયારીઓ શરૂ કરી છે.

એરિયા

પ્રોજકટ કોસ્ટ(કરોડ)

ત્રાગડ

19.29

વસ્ત્રાલ અબજીબાપા

18.2

નિકોલ ભોજલધામ

23.79

સોલા ભાગવત

21.38

થલતેજ

31.78

રાજપથ ક્લબ પાસે,બોડકદેવ

25.87

ફેક્ટ ફાઇલ
ડીપીઆર મંજૂર કરાયો 14 ઓકટોબર-2013માં
વસતી
2011
માં 93000
2016
માં 215041
પ્રોજેકટ કોસ્ટ
3552.37
લાખ


ફ્રીમાં શુદ્ધ પાણી મળતું હોવાથી લોકો કાર ધોવે છે :
મ્યુનિ. અધિકારી સૂત્રોના કહેવા પ્રમાણે જોધપુરમાં 24 કલાક પાણી આપવાનું શરૂ કરતાં મફતમાં મળતા પાણીનો ઉપયોગ લોકો ગાર્ડનમાં તેમજ કાર ધોવા માટે કરે છે. જ્યાં સુધી પાણીના વપરાશ મુજબ ચાર્જ વસૂલવામાં નહીં આવે ત્યાં સુધી લોકો મફતમાં પાણીનો બેરોકટોક વપરાશ કરશે. જો ચાર્જ વસૂલ કરવામાં આવે તો યોજના સફળ થઈ શકે તેવું નિષ્ણાતોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 1400 એમએલડી પાણી દૈનિક વપરાશ માટે આપવામાં આવતું હોવા છતાં પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણીની સંખ્યાબંધ બૂમો પડે છે. શહેરના કેટલાક વિસ્તારમાં તો ઉનાળામાં ટેન્કર દોડાવવા પડે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post