• Home
  • News
  • જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયાને કોરોના થયો, બન્ને ઘરમાં ક્વોરન્ટાઈન
post

ત્રણ દિવસ પહેલા જોનને મળેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-03 10:19:57

મુંબઈ: જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના સંક્રમિત થયા છે. જોને ઈસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે. તેમણએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, તેના વિશે મને પાછળથી જાણ થઈ કે તે કોરોના પોઝિટિવ હતો. હવે પ્રિયા અને હું સંક્રમિત થઈ ગયા છીએ. અમે બન્ને ઘરમાં ક્વોરન્ટાઈન છીએ. અમે બન્નેએ વેક્સિનના બન્ને ડોઝ લીધેલા છે. અમને હળવા લક્ષણો છે. બધા પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો અને માસ્ક પહેરો.

ફિલ્મમેકર રાહુલ રવૈલ પણ કોરોના થયો
રવિવારે જાણીતા ફિલ્મમેકર રાહુલ રવૈલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાહુલ હાલ ક્વોરન્ટાઈન છે. 70 વર્ષિય રાહુલ તમામ તકેદારી રાખી રહ્યા છે.

તાજેતરમાં બોલિવૂડ સેલિબ્રિટી મૃનાલ ઠાકુર, નોરા ફતેહી અને શિલ્પા શિરોડકરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર જણાવ્યું હતું કે તેઓ કોરોના સંક્રમિત થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post