• Home
  • News
  • સુપ્રીમ કોર્ટમાં ના થઈ જોશીમઠની સુનાવણી:અરજી કરનારે કહ્યું હતું- કેન્દ્રને મદદના આદેશ આપો, SCએ કહ્યું- ઈચ્છા હોય તો હાઈકોર્ટ જાઓ
post

આ વિસ્તારમાં તિરાડો પડી હોય એવાં ઘરોની સંખ્યા 723થી વધીને 826 થઈ ગઈ છે. એમાંથી 165 ઘર જોખમી જાહેર કરવામાં આવ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:17:48

ઉત્તરાખંડમાં જોશીમઠમાં વધુ બે હોટલ નમવા લાગી છે. આ બંને હોટલનું નામ સ્નો ક્રેસ્ટ અને કોમેટ છે. બંને હોટલની વચ્ચે અંદાજે 4 ફૂટનું અંતર હતું, જે હવે ખૂબ ઓછું રહ્યું છે. આ બંને હોટલ છત એકબીજાને અડી ગઈ છે, એટલે કે હવે આ બંને હોટલ ગમે ત્યારે એકબીજાને અથડાઈ શકે છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંને હોટલ ખાલી કરાવી દેવામાં આવી છે. આ બંને હોટલથી 100 મીટર દૂર છે હોટલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂ. આ બંને હોટલને પાડવાની પ્રક્રિયા રવિવારે શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, જોશીમઠને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

જોશીમઠ-ઔલી પોરવે પાસે દીવાલમાં 20 ફૂટ લાંબી તિરાડ પડી
જોશીમઠ-ઔલી રોપવે પાસે મોટી તિરાડી પડી છે. આ રોપવેને એક સપ્તાહ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે. રોપવે એન્જિનિયર દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે આ રોપવે પાસે એક દીવાલમાં ચાર ઈંચ પહોળી અને 20 ફૂટ લાંબી તિરાડ પડી છે.

આ વિસ્તારમાં તિરાડો પડી હોય એવાં ઘરોની સંખ્યા 723થી વધીને 826 થઈ ગઈ છે. એમાંથી 165 ઘર જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યની ડિઝાસ્ટર સંસ્થાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 223 પરિવારોને રિલીફ સેન્ટરમાં શિફ્ટ કરી દેવામા આવ્યા છે.

હાથોથી તોડવામાં આવી રહી છે હોટલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂ
રવિવારથી શરૂ થયેલું હોટલો પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CBRI)રુડકીની દેખરેખમાં થઈ રહ્યું છે. CBRIના ચીફ સાયન્ટિસ્ટ ડીપીએ કહ્યું હતું કે હોટલોનું સમારકામ થઈ શકે એવું નથી. આ બંને હોટલની આસપાસ મકાનો છે, તેથી એને પાડવી જરૂરી છે. હોટલો જો વધારે ધસી જશે તો એ પડી જશે અને એને કારણે આસપાસનાં મકાનોને નુકસાન થઈ શકે છે. તેથી એને શક્ય એટલું ઝડપથી પાડવું જ યોગ્ય છે. આ હોટલો પાડવા માટે મિકેનિકલ ડિસમેન્ટલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે અહીં અમે કોઈપણ પ્રકારના ભારે વાઈબ્રેટિંગ મશીનનો ઉપયોગ કરી શકીએ એમ નથી, કારણકે અમારે જમીન બચાવવાની છે. એ માટે મજૂરોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમે અહીં એ રીતે કામ કરવા માગીએ છીએ, જેમાં જમીનમાં ઓછાઓમાં ઓછું કંપન થાય.

હોટલ મલારી ઈનના માલિક ઠાકુર સિંહ રાણાએ કહ્યું હતું કે આજુબાજુની હોટલનું એટલું બધું દબાણ છે કે મારી હોટલ પડવાની જ છે. હું લાચાર છું, કશું કરી શકું એમ નથી. જેની હોટલ પાડવામાં આવતી હોય એ કઈ વ્યક્તિને ખુશી થાય? અત્યારસુધીમાં મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે વળતર વિશે કોઈ વાત નથી થઈ, કેટલું વળતર મળશે, મળશે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી

 

adv

Related News

post
post
post
post
post
post
post