• Home
  • News
  • એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા:IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળનો વધારાનો હવાલો સોંપાયો
post

બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેથી તેમનો સારી રીતે ઉછેર થાય તે ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખી આઈપીએસ અધિકારી હસમુખ પટેલે એક અનોખી પહેલ શરૂ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 17:45:09

અમદાવાદ: 29 જાન્યુઆરીએ પરીક્ષા લેવાય એના ગણતરીના કલાકો પહેલાં પેપર લીક થયાનો ઘટસ્ફોટ ખુદ ગુજરાત પંચાયત પંસદગી મંડળે પ્રેસ નોટિસ રીલિઝ કરીને કર્યો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી કોઈ ઈમાનદાર અધિકારીને આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. ત્યારે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આજે 6 ફેબ્રુઆરીએ બપોરે હસમુખ પટેલ ચાર્જ સંભાળી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત 1993 બેચના આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેમની ઈમાનદારીને લઈને જાણીતા છે.

હસમુખ પટેલ પાસેથી ઉમેદવારોને ઘણી અપેક્ષાઓ
હસમુખ પટેલ હાલ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર કાર્યરત છે. તેમની પાસે લોકરક્ષક ભરતી બોર્ડનો વધારાનો હવાલો છે. ત્યારે તેમને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આઈપીએસ અધિકારીને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પાસેથી અપેક્ષા હશે કે, તેઓ ટૂંક સમયમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરીથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને ગેરરીતિની ઘટના નોંધાયા વિના શાંતિપૂર્ણ માહોલમાં યોજાય. ઉમેદવારોની પણ તેમના પાસેથી ઘણી અપેક્ષા રહેશે. ત્યારે તેમણે ચાર્જ સંભાળતાં જ એપ્રિલમાં પરીક્ષા યોજાશે તેવી જાહેરાત કરી હતી.

અગાઉ LRDની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી
2018માં LRDની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના બની હતી. તે વખતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય હતા. આ બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલને મૂકવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શનમાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી. હસમુખ પટેલે પારદર્શક અને સ્પષ્ટ કામગીરીએ સરકારી નોકરીનું સપનું જોનારા અનેક ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય થતાં બચાવી લીધો હતો. મહત્ત્વનું છે કે, તેઓ ઉમેદવારો સાથે સોશિયલ મીડિયા મારફતે સતત સંપર્કમાં હતા. તેમણે ટ્વિટર પર નાનામાં નાની જાણકારી શેર કરી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા.

પટેલનો 'પેરેન્ટિંગ ફોર પીસ' પ્રોગ્રામ
બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેથી તેમનો સારી રીતે ઉછેર થાય તે ખૂબ જ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખી આઈપીએસ અધિકારી હસમુખ પટેલે એક અનોખી પહેલ શરૂ કરી છે. વાલીઓ તેમનાં બાળકોને પ્રેમ સાથે ઉછેર કરી શકે તેના માટે ફ્રીમાં વાલીઓને કાઉન્સિલિંગ પૂરી પાડે છે. 2014ના વર્ષમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ પટેલે 'પેરેન્ટિંગ ફોર પીસ' નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ 3 હજાર સ્વયંસેવક (વોલેન્ટિયર)ને તૈયાર કર્યા છે. જેમણે સમગ્ર ભારતમાં 40 હજાર જેટલા વાલીઓનું કાઉન્સિલિંગ કર્યું છે. પ્રોગ્રામની સફળતાને જોતા ગુજરાત વિદ્યાપીઠમાં 'પેરેન્ટિંગ ફોર પીસ' શૈક્ષણિક કોર્સ શરૂ કરાયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post