• Home
  • News
  • 43 વર્ષીય કનિકા કપૂર બીજીવાર લગ્ન કરશે, NRI બિઝનેસમેન સાથે ફેરા ફરશે
post

કનિકાએ 18 વર્ષની ઉંમરમાં પહેલીવાર લગ્ન કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:41:31

`મુંબઈ: 'બેબી ડૉલ' ફૅમ સિંગર કનિકા કપૂર બીજીવાર લગ્ન કરવાની છે. સૂત્રોના મતે, કનિકા આ વર્ષે મે મહિનામાં NRI (નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન) ગૌતમ સાથે ફેરા ફરશે. જોકે, હજી સુધી કનિકા કપૂરના લગ્નની ડેટ્સ આવી નથી.

મે મહિનામાં લગ્ન કરશે
કનિકા બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કરવાની છે. બંને ગયા વર્ષથી એકબીજાને ડેટ કરે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને લંડનમાં જ લગ્ન કરવાના છે. કનિકાને જ્યારે લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેણે હા પણ ના પાડી અને ના પણ નહોતી પાડી. તેણે માત્ર એટલું કહ્યું હતું, 'માફ કરો, નો કમેન્ટ્સ.'

18 વર્ષે પહેલાં લગ્ન
કનિકાએ માત્ર 18 વર્ષની ઉંમરમાં NRI બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ સંતાનો આયના, સમારા તથા યુવરાજ છે. કનિકા લખનઉની છે. જોકે, 1997માં લગ્ન બાદ તે લંડન શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નજીવનના 12 વર્ષ બાદ કનિકા તથા રાજ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. સંબંધોમાં કડવાશ આવી જતા કનિકાએ 2010માં ડિવોર્સ લીધા હતા. પતિનું ઘર છોડીને તે લખનઉ આવી ગઈ હતી. 2012માં બંનેના ડિવોર્સ થયા હતા.

ડિવોર્સ બાદ કનિકાએ મ્યૂઝિક કરિયર શરૂ કરી
ડિવોર્સ બાદ કનિકા મ્યૂઝિક કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. અહીંયા તેણે પહેલીવાર 'જુગની જી' ગીત ગાયું હતું. 2014માં કનિકાએ ગીત 'બેબી ડૉલ' ગાયું હતું. આ ગીતમાં સની લિયોની હતી. આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું. કનિકાએ 'ચિટ્ટિયા કલઇયા', 'દેસી લુક..' જેવા અનેક ગીતો ગાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post