• Home
  • News
  • ‘કાંટા લગા’ ફૅમ શૈફાલી જરીવાલાના સસરાનું ગાઝિયાબાદમાં નિધન, બે દિવસ બાદ પતિ સાથે ફ્લાઈટમાં ગઈ
post

ગાઝિયાબાદ સુધી ફ્લાઈટમાં સફર કરનાર શૈફાલીએ મુંબઈ એરપોર્ટને સુમસામ જોઈને એક ભાવુક પોસ્ટ પણ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:49:30

મુંબઈ: ટીવી એક્ટર પરાગ ત્યાગીના પિતા તથા બિગ બોસ 13’ની પૂર્વ સ્પર્ધક તથા કાંટા લગાફૅમ શૈફાલીના સસરા રાજેશ્વર દયાલ ત્યાગીનું 25 મેના રોજ ગાઝિયાબાદમાં નિધન થયું હતું. પિતાના અવસાનના ન્યૂઝ મળતાં જ એક્ટર પોતાની પત્ની શૈફાલી જરીવાલા સાથે મુંબઈથી ગાઝિયાબાદ ફ્લાઈટમાં ગયો હતો. પરાગ ત્યાગીના પિતાનું નિધન હાર્ટ અટેકેને કારણે થયું હોવાનું કહેવાય છે. મુંબઈથી ગાઝિયાબાદ સુધી ફ્લાઈટમાં સફર કરનાર શૈફાલીએ મુંબઈ એરપોર્ટને સુમસામ જોઈને એક ભાવુક પોસ્ટ પણ કરી હતી. 

પિતાના નિધન પર વાત કરતાં પરાગ ત્યાગીએ એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ ઈન્ડિયા ફોરમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પિતા લાંબા સમયથી બીમાર હતાં. તેમને ડાયાલિસિસ માટે લઈ જવામાં આવ્યા હતાં પરંતુ રસ્તામાં જ તેમને હાર્ટ અટેક આવી ગયો હતો. પરાગે વધુમાં એમ પણ કહ્યું હતું કે જો તેમને ફ્લાઈટ ના મળી હોત તો તેઓ કારમાં જ ગાઝિયાબાદ જવા રવાના થઈ જાત.

શૈફાલીએ શું કહ્યું પોસ્ટમાં?
શૈફાલી લાંબા સમય બાદ એરપોર્ટ પર આવી હતી. તેણે સોશિયલ મીડિયામાં એરપોર્ટને લઈ વાત કરી હતી. એરપોર્ટ પર શૈફાલી ફેસ શીલ્ડ તથા માસ્કમાં જોવા મળી હતી. તેણે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈ એરપોર્ટ. આ પહેલાં આટલું સૂમસામ ક્યારેય નહોતું. જીવન વગર પહેલાં હું કહી શકું કે આ એક દુઃખદ યાત્રાનો અનુભવ રહ્યો. ના ગળે મળ્યાં, ના કિસ, ના ઉત્સાહ...માત્ર ડર. હું ભગવાનને પાર્થના કરું છું કે આ બધું નોર્મલ થઈ જાય, પરંતુ પછી વિચાર કરું છું કે કદાચ આ જ નોર્મલ છે અને આની જ આદત પાડવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જન્મેલી શૈફાલીએ વર્ષ 2002માં મ્યૂઝિક આલ્બમ કાંટા લગામાં કામ કર્યું હતું. આ ગીતથી શૈફાલી રાતોરાત લોકપ્રિય થઈ હતી. વર્ષ 2004માં શૈફાલીએ હરમીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2009માં બંનેના ડિવોર્સ થયા હતાં. ત્યારબાદ શૈફાલીએ વર્ષ 2014માં ટીવી તથા બોલિવૂડ એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં હતાં. નોંધનીય છે કે ઓરિજિનલી કાંટા લગાગીત 1972માં રિલીઝ થયેલી પ્રકાશ મહેરાની ફિલ્મ સમાધીનું છે. આ ગીતને લતા મંગેશકરે ગાયું હતું અને ગીતમાં આશા પારેખ હતાં. આ ફિલ્મનું સંગીત આર ડી બર્મને આપ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post