• Home
  • News
  • કાંઝાવાલા કેસ : મૃતક યુવતિનો આવ્યો ચોંકાવનારો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
post

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ નથી અને પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 19:59:16

કાંઝાવાલા કેસમાં યુવતીના પોસ્ટ મોર્ટમ રિપોર્ટને લઈને સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ નથી અને પ્રાઈવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન પણ મળ્યા નથી. જો કે હજુ સુધી પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. હવે એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ગઈકાલે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના પીએમ રૂમમાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના આક્ષેપ યુવતીના પરિવારજનોએ લગાવ્યા હતા. પરિવારે કહ્યું હતું કે, અકસ્માત પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ પછી રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને પત્ર લખીને પીડિતાનું યૌન શોષણ થયું હતું કે નહીં તેની તપાસની માંગણી કરી હતી.

પ્રારંભિક રિપોર્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ 
હાલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તે પ્રારંભિક રિપોર્ટ છે. સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટૂંક સમયમાં દિલ્હી પોલીસને સોંપવામાં આવશે. યુવતીના જીન્સ અને સ્વેબને સુરક્ષિત રાખવામાં આવ્યા છે કારણ કે ટૂંક સમયમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્હી પોલીસ સતત કેસની લિકને જોડી રહી છે. 

ગૃહ મંત્રાલયે કાંઝાવાલા કેસમાં દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો 
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો તે પહેલા દિલ્હી પોલીસ કમિશનર ગૃહ મંત્રાલય પહોંચી ગયા છે, જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને મળશે. આ પહેલા ગૃહ મંત્રાલયે કાંઝાવાલા કેસમાં દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

આજે અહેવાલ ઉપરાજ્યપાલન અને ગૃહમંત્રાલય સોંપવામાં આવશે
આ ઘટનાનો અહેવાલ આજ સાંજે દિલ્હી પોલીસ દ્વારા ઉપરાજ્યપાલન અને ગૃહમંત્રાલયને વિસ્તૃત માહિતી સોંપવામાં આવશે. પીએમના રીપોર્ટ પછી આ વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post