• Home
  • News
  • કરન જોહર મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’ના બજેટમાં ઘટાડો કરશે
post

વર્ષ 2019માં ધર્મા પ્રોડક્શનની કોમેડી જોનરની ફિલ્મ્સ સારી ચાલી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:49:50

મુંબઈઃ ધર્મા પ્રોડક્શનની ફિલ્મગુડ ન્યૂઝ 150 કરોડની કમાણી કરી લીધી છે. ગયા વર્ષે ધર્મા પ્રોડક્શનની મેગા બજેટ ફિલ્મકલંકસુપરફ્લોપ રહી હતી. ફિલ્મને કારણે કરન જોહરે નક્કી કર્યું છે કે વર્ષ 2020માં તે મલ્ટી સ્ટારર તથા મેગા બજેટ ફિલ્મતખ્તનું બજેટ ઘટાડી દશે. આટલું નહીં ધર્મા પ્રોડક્શને કેટલાંક પ્રોજેક્ટ્સ પણ પડતાં મૂક્યા હોવાની ચર્ચા છે.

વર્ષ 2020માં ધર્માની બિગ બજેટ ફિલ્મ રિલીઝ થશે : 
વર્ષ 2019માં ધર્મા પ્રોડક્શનની કોમેડી જોનરની ફિલ્મ્સ સારી ચાલી હતી. હવે, 2020માંદોસ્તાના 2’ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ગે રિલેશનશિપની વાત કરવામાં આવી છે. અયાન મુખર્જીની લૅવિશ સાયન્સ-ફિક્શનબ્રહ્માસ્ત્રધર્મા પ્રોડક્શનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. ધર્મા પ્રોડક્શને અયાનને ફિલ્મના બજેટ પર વાત કરી હતી. અયાનની ફિલ્મનું શૂટિંગ લંબાઈ ગયું છે. ધર્મા પ્રોડક્શનના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કોઈ ફિલ્મનું શૂટિંગ સમયસર ના થયું હોય. ‘બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છે. તમામે માર્કેટ પ્રાઈઝ પ્રમાણે ફી લીધી છે. શૂટિંગની વધારાની ડેટ્સ માટે તમામ સ્ટાર્સે અલગથી પૈસા માગ્યાં હતાં.

વર્ષ 2020માં ધર્મા પ્રોડક્શનની એક પણ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થશે નહીં
કરન જોહરે પ્રોડક્શન ખર્ચાઓ પર અંકુશ લાવવાનો નિર્ણય લીધો છે. આટલું નહીં ધર્મા પ્રોડક્શને નક્કી કર્યું છે કે વર્ષ 2020માં એક પણ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે નહીં. સૂત્રોના મતે, ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર્સે શૂટિંગ દરમિયાન ખર્ચ કરેલા એક-એક રૂપિયાનો હિસાબ હવે આપવો પડશે.

તખ્તનું શૂટિંગ 170 દિવસ સુધી ચાલશે
તખ્તનું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ 170 દિવસની અંદર પૂરું કરવામાં આવશે. તમામ એક્ટર્સની ડેટ્સ ફાઈનલ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં રણવીર સિંહ, વિકી કૌશલ તથા કરીના કપૂરના મોટાભાગના સીન્સ છે. કરન જોહર હાલમાં ફાઈનલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ મુગલ શાસનકાળની છે. ફિલ્મમાં વિકી કૌશલે ઔરંગઝેબનો રોલ અને રણવીરે દારાનો રોલ પ્લે કર્યો છે. કરીનાએ ઔરંગઝેબની બહેનનો રોલ નિભાવ્યો છે. અનિલ કપૂર ફિલ્મમાં શાહજહાં બન્યો છે.

રાજસ્થાનમાં શૂટિંગ થાય તેવી શક્યતા
હાલમાં કરન જોહરે ઈન્સ્ટા સ્ટોરીમાં રાજસ્થાનની તસવીર શૅર કરી છે. તસવીરમાં કરન જોહર ક્રૂ સાથે જોવા મળે છે અને તેણે તસવીરમાં કેપ્શન આપ્યું હતું, ‘તખ્તરેકિ. કરન જોહર ફિલ્મ માટે લોકેશન ફાઈનલ કરવા માટે રાજસ્થાન ગયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post