• Home
  • News
  • કરીના કપૂર ડરી ગઈ:એરપોર્ટ પર ચાહકોની ભીડમાં ઘેરાઈ, એક ફેને સેલ્ફી લેવા માટે ગેરવર્તણૂક કરી
post

કરીના કપૂર દીકરા સાથે લંડન ગઈ છે. લંડનમાં કરીના ડિરેક્ટર હંસલ મહેતાના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 19:04:21

મુંબઈ: કરીના કપૂર જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ચાહકોની ભીડ જોવા મળતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસ દીકરા જેહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ વખતે ચાહકોએ કરીનાને ઘેરી લીધી હતી અને સેલ્ફી માટે પડાપડી કરી હતી. આ જ કારણે કરીના ડરી પણ ગઈ હતી.

મુંબઈ એરપોર્ટ પર ઘેરાઈ
કરીના કારમાંથી જેવી ઊતરી એટલે એક ચાહકે કરીનાના ખભે હાથ મૂકીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યોરિટીએ તે માણસને દૂર કરી દીધો હતો. ત્યાર બાદ એરપોર્ટની અંદર જતા સમયે ચાહકોએ તેને ઘેરી લીધી હતી. ચાહકોએ કરીના જતી હતી ત્યારે રસ્તામાં ફોન લઈને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, તેમણે કરીનાને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. કરીના આ સમયે ઘણી જ ડરી ગઈ હતી. કરીના સહેજ પણ ગુસ્સે થયા વગર શાંતિથી એરપોર્ટની અંદર જતી રહી હતી.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
કરીના કપૂરનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. યુઝર્સે ચાહકોના આ વર્તનની આકરી ટીકા કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'તે ઘણી જ ડરી ગઈ હતી. લોકોએ સંવેદનશીલ બનવાની જરૂર છે.' અન્ય એકે કહ્યું હતું, 'હું જો કરીનાની જગ્યાએ હોત તો થપ્પડ જ મારી દેત.'

કરીના લંડન જતી હતી
કરીના કપૂર દીકરા સાથે લંડન ગઈ છે. લંડનમાં કરીના ડિરેક્ટર હંસલ મહેતાના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરશે. કરીના ડિરેક્ટર સુજોય ઘોષની વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝથી કરીના ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post