• Home
  • News
  • કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોનાનો શિકાર બન્યા
post

થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાનાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 09:08:02

વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. અત્યાર સુધી રાજ્યમાં 48 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેર અને ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરા જિલ્લામાં 3587 કેસ સામે આવ્યા છે તો અત્યાર સુધી 55 લોકોના મૃત્યુ થયા છે. તો હવે વડોદરા જિલ્લાના કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનાનો શિકાર બન્યા છે. 

અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાનાર કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરજણમાં ભાજપના નેતાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પહેલા એક નગર સેવક પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન કોરોનાની ઝપેટમાં
ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન કોરોનાથી સંક્રમિત થયા છે. મુકેશ શાહનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો  નગરપાલિકાના પ્રમુખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કિરીટ વસાવા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તો આજે નપા પ્રમુખ અનસુયાબેન વસાવાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ડભોઈમાં કોરોનાનું સંક્રમણ નગરપાલિકા સુધી પહોંચી ગયું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post