• Home
  • News
  • કરતારપુર : ભારત તરફ બનાવાયેલા 3.8 કિમી રસ્તા પર 8 હજાર છોડ લગાડવામાં આવશે, 340 લાઈટ્સથી કોરિડોર ઝગમગશે
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી નવેમ્બરે કોરિડોરનું ઉદ્ધાટન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:10:27

જલંધરઃ ઘણા વર્ષની રાહ બાદ હવે શીખ તીર્થ કરતારપુર સાહિબ માટે વિઝા ફ્રી યાત્રા શરૂ થશે. 9મી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરિડોરનું લોકાર્પણ કરશે. ગત વર્ષે ભારતમાં 26 નવેમ્બરે અને પાકિસ્તાનમાં 28 નવેમ્બરે કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવશે. કોરિડોરમાં ભારત તરફ બનાવાયેલી 3.8 કિમીના રસ્તાના કિનારે 8 હજાર છોડ લગાવાઈ રહ્યા છે. સર્વિસ લાઈન 226 લાઈટ અને મેઈન રોડ પર 114 લાઈટો લગાડવામાં આવી છે.


120 કિમીથી 7.80 કિમી થયેલી કરતારપુર સાહિબનું અંતર : 
અત્યાર સુધી કરતારપુર સાહિબની યાત્રા માટે શ્રદ્ધાળુઓને વિઝા અંગે 120 લાંબી યાત્રા કરવી પડતી હતી. કોરિડોર બન્યા બાદ 7.80 કિમીની વિઝા ફ્રી યાત્રા બાદ ગુરુઘરના દર્શન કરી શકાય. જે શ્રદ્ધાળુઓ વિઝા લઈને પાકિસ્તાન જઈ નથી શકતા, તે ગુરુદાસપુરથી 40 કિમી દૂર આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા કસ્બા ડેરા બાબા નાયકના ગુરુદ્વારા શહીદ બાબા સિદ્ધ સૈન રંધાવાથી દૂરબીનની મદદથી કરતારપુર સાહિબના દર્શન કરતા હતા.


ભારતે અંદાજે 500 કરોડ ખર્ચ કર્યા : 
લેન્ડ પોર્ટર્સ ઓથિરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ગોવિંદ મોહનના જણાવ્યા પ્રમાણે,‘કોરિડોર ભારતમાં ગામ માનથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી 3.8 કિમી લાંબો છે. જેને બનાવવામાં 13 ડિસેમ્બર 2018ના રોજ નિશાનદેહી થઈ હતી. 5 એપ્રિલ 2019 રોડ પર માટી નાંખવામાં કામ શરૂ થયું હતું. 31 ઓક્ટોબરે રસ્તો બનાવવાનું કામ પુરુ થઈ ગયું હતું


કોરિડોરનો ખર્ચ પણ શરૂઆતમાં અંદાજે 90 કરોડ માનવામાં આવી રહ્યો હતો પછી આ વધીને 290 કરોડ થઈ ગયો હતો. 100 કરોડ કોરિડોરના નિર્માણ પર તો 190 કરોડ જોઈન્ટ ચેક પોસ્ટના નિર્માણ પર ખર્ચ થવાના હતા. જુલાઈ 2019માં કેન્દ્રીય મંત્રી હરસિમરક કૌર બાદલે કહ્યું હતું કે, અંદાજે 500 કરોડના ખર્ચે કોરિડોર બનાવાઈ રહ્યો છે.


પાકિસ્તાને 300 કરોડ રૂપિયા ખર્ચ કર્યા : 
કરતારપુર કોરિડોર પાકિસ્તાન તરફથી 4 કિમી લાંબો છે. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઈમરાન સરકારે 9 મહિનામાં 300 કરોડ રૂપિયા ખર્ચ કરીને તેને તૈયાર કર્યો છે. ભારતનો એક રૂપિયો પાકિસ્તાનના 2.21 રૂપિયા બરાબર છે. 28 નવેમ્બર 2018ના રોજ લોકાર્પણ બાદ પાકિસ્તાને 31 જાન્યુઆરી 2019થી અહીં કામ શરૂ કર્યું હતું, જે ઓક્ટોબરમાં પુરુ થઈ ગયું હતું.


શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 10 હજાર થશે : 

·         પાકિસ્તાનના કોરિડોર પ્રોજેક્ટ ડાયરેક્ટર આતિફ માજિદે જણાવ્યું કે, શરૂઆતમાં ભારતથી દર દિવસે 5 હજાર તીર્થયાત્રીઓ દર્શન માટે આવી શકશે. બાદમાં આ સંખ્યાને વધારીને 10 હજાર શ્રદ્ધાળુ પ્રત્યેક દિવસ કરી દેવાશે. યાત્રિઓ માટે 152 કાઉન્ટર બનાવવામાં આવશે. ઝીરો પોઈન્ટથી 350 મીટર દુર બોર્ડર ટર્મિનલ બનાવાશે. યાત્રિઓને એકદમ એરપોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવશે.


·         કોરિડોરની મહત્વપૂર્ણ જાણકારીઓ : 

·         કરતારપુર કોરિડોર પર ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ વચ્ચે ભારત તરફથી 300 ફુટ ઊંચો તિરંગો લગાવાયો છે, જે 5 કિમી દૂર સુધી જોવા મળશે

·         15 એકર જમીન પર પેસેન્જર ટર્મિનલ કોમ્પલેક્સ બનાવાયું છે. 16000 ચોમી (અંદાજે 13000 ચોમીટર સપાટી+ 3000 ચોમીટર મધ્યવર્તી)ની મુખ્ય ઈમારત એરપોર્ટની જેમ પુરી રીતે સાનુકુળ છે.

·         ભારત તરફથી જેમાં રોજ અંદાજે 5,000 યાત્રિઓ સરળતાથી પસાર થવા માટે સાર્વજનિક સુવિધાઓ આપવામાં આવશે.

·         જેમાં તમામ જરૂરી સાર્વજનિક સુવિધાઓ વોશરૂમ, ચાઈલ્ડ કેર, પ્રાથમિક ચિકિત્સા સુવિધા, પ્રાર્થના ખંડ અને મુખ્ય ભવનની અંદર નાસ્તાના કાઉન્ટર પણ હશે.

·         તીર્થયાત્રિઓની યાત્રાઓની સુવિધાઓ માટે 54 અપ્રવાસી કાઉન્ટર હશે

·         10 બસો, 250 કાર અને 250 ટુ વ્હીલર વાહનો માટે મોટું પાર્કિંગ સ્થળ બની રહ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post