• Home
  • News
  • અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ PM મોદીના હાથ ચુમીને આભાર માન્યો, કહ્યું 7 લાખ પંડિતો તરફથી શુભેચ્છા
post

અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ PM મોદીના હાથ ચુમીને આભાર માન્યો, કહ્યું 7 લાખ પંડિતો તરફથી શુભેચ્છા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:34:29


અમેરિકા: હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા હ્યુસ્ટન પહોંચેલા PM મોદી અહી સર્વ સમાજના લોકોને મળ્યાં હતા, ત્યા તેઓ કાશ્મીરી પંડિતો, શીખ, સિંધી અને વોરા મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યાં હતા, તે સમયે તેમનું સ્વાગત કરવા આવેલા કાશ્મીરી પંડિતોએ તેમનો હાથ ચુમી લીધો હતો અને ભાવુક થઇને કહ્યું હતુ કે 7 લાખ કાશ્મીરી પંડિતો તમારો આભાર માને છે, મોદી સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને એક બંધારણ-એક દેશનું સપનું પુરૂ કર્યું છે, જેની સામે કાશ્મીરી પંડિતો ખુશ છે, આતંકવાદીઓ અને અલગાવવાદીઓએ પંડિતો પર કરેલા અત્યાચાર આજે તેમની પેઢીઓ ભૂલી શકે તેમ નથી, કાશ્મીર છોડવા પર તેમને જે લોકોએ મજબૂર કર્યા હતા, તે જ કાશ્મીરમાં મોદી સરકાર હવે કાશ્મીરીઓને પોતાના હક અપાવી રહી છે.


મોદી અહી પ્રોટોકોલ તોડીને તેમના દરેક ચાહકોને મળ્યાં હતા, એક સિંધી આગેવાને પાકિસ્તાનમાં તેમના સમાજના લોકો સામે થતા અત્યાચાર મામલે મોદીને વાત કરીને મદદ માંગી હતી, તેમને કહ્યું કે ઇમરાન ખાનની સરકારમાં પાકિસ્તાનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, સિંધી આગેવાને આશા વ્યક્ત કરી છે કે આ મામલે મોદી અને ટ્રમ્પ તેમને મદદ કરશે, ઉપરાંત મુસ્લિમ વોરા સમાજના મૂળ ભારતીયો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યાં હતા.


adv

Related News

post
post
post
post
post
post
post