• Home
  • News
  • કેટ-વિકીના વેડિંગ:લગ્નની ખરીદી માટે વિકી કૌશલે ભાવિ સાસુમાને પોતાની લક્ઝૂરિયસ મર્સિડિઝ કાર આપી
post

કેટરીનાનો પરિવાર હાલમાં લગ્નના શોપિંગમાં વ્યસ્ત છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-06 11:53:05

વિકી કૌશલ તથા કેટરીના કૈફ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ હોટલમાં લગ્ન કરવાના છે. હજી સુધી આ બંનેએ લગ્ન અંગે કોઈ વાત કરી નથી, પરંતુ રાજસ્થાન પોલીસ તથા વહીવટી તંત્રે લગ્ન અંગેની તમામ વાતો જાહેર કરી દીધી છે. મુંબઈમાં કેટરીનાનો પરિવાર શોપિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન કેટરીનાની મમ્મી સુઝાન કારમાં જોવા મળ્યા હતા. નવાઈની વાત એ છે કે સુઝાન જે કારમાં ફરે છે તે તેમના ભાવિ જમાઈ એટલે કે વિકી કૌશલની જ છે.

હાલમાં જ વીડિયો વાઇરલ થયો
સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સુઝાન દીકરીની બિલ્ડિંગ આગળ જોવા મળે છે અને પછી વ્હાઇટ રંગની કારમાં બેસે છે. સુઝાન ફોટોગ્રાફર્સ આગળ પોઝ આપતા નથી. જોકે, આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોનું ધ્યાન નંબર પ્લેટ પર ગયું હતું. ચાહકોએ તરત જ કહ્યું હતું કે આ કાર તો વિકી કૌશલની જ છે.

વિકી કૌશલ આ જ કારમાં ફરતો
વ્હાઇટ રંગની મર્સિડિઝ બેન્ઝ GLCમાં વિકી કૌશલ આ વર્ષની શરૂઆતમાં ઘણીવાર જોવા મળ્યો હતો. તે અવારનવાર ડબિંગ સ્ટૂડિયો, પ્રોડક્શન ઓફિસમાં આ કારમાં બેસીને જતો હતો. આ વર્ષે જુલાઈમાં વિકી કૌશલે રેન્જ રોવર કાર ખરીદી હતી. વિકી પાસે BMW X5 પણ છે.

કેટરીના પાસે 2 કાર
કેટરીના પાસે બે કાર છે. 2019માં કેટરીનાએ રેન્જ રોવર વોગ ખરીદી હતી. તેની પાસે મર્સિડિઝ ML 350 પણ છે.

હાલમાં જ ફોન નીચે પડી ગયો હતો
થોડાં સમય પહેલાં કેટની મમ્મીનો એક વીડિયો વાઇરલ થયો હતો. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સો.મીડિયામાં કેટરીનાની મમ્મીનો એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મુંબઈમાં કેટરીના કૈફની મમ્મી ખરીદી કરતાં જોવાં મળ્યાં.' આ વીડિયોમાં કેટરીના કૈફની મમ્મી કોઈ સ્ટોરમાંથી બહાર આવે છે. વીડિયોમાં જોવા મળે છે કે સુઝાન પોતાની કારનો દરવાજો ખોલીને અંદર બેસે છે. દરવાજો બંધ કરતાં સમયે ફોન નીચે પડી જાય છે અને કાર જતી રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post