• Home
  • News
  • કેટરીના-વિકીના લગ્નની ડેટ કન્ફર્મ:9 ડિસેમ્બરના રોજ આ કપલ રાજસ્થાનમાં સાત ફેરા લેશે, તડામાર તૈયારીઓ શરૂ
post

મળતી માહિતી પ્રમાણે, લગ્નમાં કઈ વાનગી રાખવામાં આવશે એની તૈયારી કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-27 14:48:50

વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જોકે બંને તરફથી આ સમાચારને લઈને કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયા રિપોર્ટના અનુસાર, કથિત કપલના લગ્નની તારીખ હવે સામે આવી ગઈ છે.

નવી તારીખ સામે આવી
વિકી કૌશલ અને કેટરીના કૈફ અત્યારે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં કપલને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટના અનુસાર, વિકી અને કેટરીના 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના એક રિસોર્ટ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે.

જોકે થોડા દિવસ પહેલાં વિકી કૌશલની માસીયાઈ બહેન ડૉક્ટર ઉપાસના વોહરાએ કંઈક અલગ જ વાત કરી છે. ડૉ. ઉપાસનાએ કહ્યું હતું કે તેના ભાઈ વિકીના લગ્ન નથી. કેટરીના કૈફ સાથે કોઈ લગ્નની વાત જ નથી. તૈયારીથી લઈ લગ્નની તારીખ સહિતની વાતો માત્ર ને માત્ર મીડિયા રુમર છે. આવું જ્યારે પણ કંઈ થશે ત્યારે તેઓ સામે આવીને જાહેરાત કરશે. બોલિવૂડમાં અવારનવાર અફવા થતી રહે છે. પછી ખ્યાલ આવે કે વાત તો કંઈ જ અલગ જ હતી. બસ, આ લગ્ન પણ ટેમ્પરરી રુમર છે.

સવારે મીટિંગ થઈ
શુક્રવાર, 26 નવેમ્બરના રોજ સવારે સાડાનવ વાગે હોટલમાં વિવિધ ઇવેન્ટ્સ કંપનીઓની ખાનગી મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં કેટ-વિકીની ટીમે પણ ભાગ લીધો હતો. મીટિંગ શરૂ થયા બાદ રોજ હોટલમાં શાકભાજી તથા અન્ય સામાન સપ્લાય કરતા લોકોની પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી.

કરોડો રૂપિયા ખર્ચીને મહેલ રિનોવેટ કરવામાં આવ્યો
સવાઈ માધોપુરના ચૌથના બરવાડાસ્થિત આવેલો મહેલ સિક્સ સેન્સ હવે હોટલમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. કેટ-વિકીના લગ્નનું બુકિંગ કન્ફર્મ થયા બાદ અહીં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજી સુધી કેટ-વિકીએ ઓફિશિયલી લગ્નની જાહેરાત કરી નથી. પૂરો કાર્યક્રમ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવાર, 25 નવેમ્બરના રોજ હોટલમાં આતશબાજી, ડાન્સ તથા અન્ય બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કઈ જગ્યાએ કયા ફંક્શન થશે એને અંતિમ રૂપરેખા આપવામાં આવી હતી.

સાત લોકોની ટીમ હતી
હોટલ સિક્સ સેન્સમાં થયેલી મીટિંગમાં મુંબઈથી આવેલા સાત લોકો સામેલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે, લગ્નમાં કઈ વાનગી રાખવામાં આવશે એની તૈયારી કરવામાં આવી છે. ડેમો માટે હોટલમાં નાના-નાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. બપોર સુધી ચાલેલી આ મીટિંગને પૂરી રીતે ગુપ્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post