• Home
  • News
  • સુરતમાં કેજરીવાલે હીરા ઘસ્યા:હીરા બજારમાં સભા બાદ રોડ શો યોજાયો, કતારગામમાં કેજરીવાલ શો પર પર પથ્થર મારો થયો
post

આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હીરા વેપારીઓ સાથે કર્યો સંવાદ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 18:03:42

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા. સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા વેપારી અને કારીગરોને અગવડ પડતા વર્ષો જૂના પ્રશ્નોનું કેજરીવાલે ચુટકીમાં નિરાકરણ લાવી દીધું હતું. હીરા વેપારીઓએ કરેલી 8થી 10 માંગો કેજરીવાલે સ્ટેજ ઉપરથી સ્વીકારી લઈ તમામ હીરા વેપારીઓને ખુશ કરી દીધા હતાં.જો કે, લોકો સ્વયંભૂ કેજરીવાલને સાંભળવા ઉમટી પડતાં જગ્યા ટૂંકી પડી હતી.ત્યારબાદ કતારગામ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થર મારો થયો હતો.

કેજરીવાલે હીરા ઘસ્યા
પ્રચારમાં હીરા બજારમાં ઉતરેલા કેજરીવાલે એક હીરાના કારખાનાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક હીરાની ઘંટી પર બેસીને કારીગર પાસેથી હીરા ઘસવાનું શીખતા હોય તે રીતે હીરા ઘસવા બેસી ગયા હતાં. હીરા ઘસતા કેજરીવાલે ડાબા હાથમાં અંગૂર પકડીને હીરા ઘસવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ હીરા તપાસવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

વેપારીઓની જુદી જુદી માંગનું કેજરીવાલે નિરાકરણ કર્યું
ગુજરાતમાં પ્રથમ ચરણના ઇલેક્શનના પ્રચારના માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ જુદી જુદી રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા અને તેઓની રિઝર્વ માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત આવીને એક વિશેષ હીરા વેપારીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વેપારીઓ પાસે મૂંઝવતા પ્રશ્નોની યાદી લેવામાં આવી હતી. તેઓને મૂંઝવતા પ્રશ્નો લેખિતમાં લેવામાં આવ્યા હતા. તે અંગે સરકાર જો આમ આદમી પાર્ટીની બને તો કઈ રીતનું નિરાકરણ કરી શકાય તેના જાહેરાત કરી હતી. જેમાં હીરા વેપારીની વ્યવસાય વેરાથી લઈ પાર્કિંગ અને વીમા સહિતની જુદી જુદી સાતથી આઠ માંગો કેજરીવાલે સ્વીકારી લઈ નવી ગેરેન્ટી હીરા વેપારીઓને આપી દીધી હતી.

 

હીરા વેપારીઓ થઈ ગયા ખુશ
સુરતના ડાયમંડ વેપાર સાથે જોડાયેલા વેપારીઓ છેલ્લા અનેક વર્ષોથી અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને હીરા વેપારીઓ અને કારખાનેદારોના કારીગરો પર લાગુ કરવામાં આવેલો વ્યવસાય દૂર કરવા છેલ્લા અનેક વખતથી સરકારને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી. આ ઉપરાંત કારખાનાના કારીગર અને કર્મચારીઓના અભિમાની પોલિસી યોજના, ઉઠામણા પર કડક કાયદાની માંગ, હીરા બજારમાં પાર્કિંગની માંગ, વીજળીની માંગ જેવી અનેક સમસ્યાઓને સરળ કરવા ભાજપ સરકાર સામે વેપારીઓ દ્વારા અને રત્નકલાકારના યુનિયન દ્વારા અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે.

તમામ માગો સ્વીકારી લેવાઈ
રજૂઆતોનું તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ બધી સમસ્યાઓ હીરા વેપારીઓ અને રત્ન કલાકારોએ કેજરીવાલને હીરા વેપારી સાથેના સંવાદ કાર્યક્રમમાં લેખિતમાં આપી હતી. ત્યારે સરકાર ભલે આમ આદમીની બને કે ના બને. પરંતુ, માનો કે સરકાર બની જ ગઈ હોય તેમ કેજરીવાલે ચુટકીમાં તમામ માંગો સ્વીકારી લીધી હતી. સ્ટેજ પરથી કેજરીવાલે માંગો સ્વીકારી લઈ તેનું નિરાકરણ આવી ગયું સમજો તેવું આશ્વાસન આપી દેતા વેપારીઓ રત્નકલાકારો ખુશ થઈ ગયા હતા.

આપ આત્મવિશ્વાસથી ભરપૂર
અરવિંદ કેજરીવાલે ફરી એક વખત પોતાના પક્ષના મોટા ચહેરાઓ જંગી બહુમતીથી જીતી રહ્યા હોવાનો આત્મવિશ્વાસ દાખવ્યો છે. પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ઉભા રહેલા ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર તથા મનોજ સોરઠિયા સહિતના આઠ જેટલા નેતા સુરતથી જીતશે. કેજરીવાલે કેટલાક મહત્ત્વના મુદ્દાઓને લઈને પણ ટક્કર કરી હતી.

મોદીની માફક કેજરીવાલે મતદારોને અપીલ કરી
ગઈકાલે જંગી જનસભા અને સંબોધિતથી વખતે નરેન્દ્ર મોદીએ હાજર રહેલા લોકોને કહ્યું કે, દરેક ઘરે ઘરે નરેન્દ્ર મોદીના પ્રણામ છે. એવી વાત કરજો અને મતદાન કરાવજો. એવી જ રીતે અરવિંદ કેજરીવાલએ પણ કહ્યું કે, અમારા તમામ સર્વેમાં મહિલાઓ અને યુવાનો અમને વોટ આપશે. અમે મહિલાઓ અને યુવાનોને વિનંતી કરીએ છીએ કે, તેઓ ઘરના તમામ વ્યક્તિઓને બેસાડીને સમજાવ્યા અને આમ આદમી પાર્ટીને વોટ આપે તેવો પ્રયાસ કરે. સર્વેમાં મહિલાઓ અને યુવા વર્ગ આમ આદમી પાર્ટી સાથે હોવાનો દાવો પણ કર્યો. અલગ અલગ આપેલી ગેરંટીઓને કારણે મહિલાઓને અરવિંદ કેજરીવાલ પોતાની તરફ લાવી શક્યા હોય તેવી વાત કરી રહ્યા છે.

વેપારીઓ ભયમાં હોવાનો આરોપ
અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધતા કહ્યું કે, લોકોમાં ખૂબ ડર છે. ભાજપના ગુંડાઓ વેપારીઓને હેરાન કરી રહ્યાં છે. સતત મારપીટ કરે છે. હપ્તાઓ વસૂલી રહ્યાં છે. જેના કારણે એ લોકો ખૂલીને અમને સમર્થન આપતા નથી. પરંતુ અમે આ તમામ વેપારીઓને ધરપત આપી છે કે, અમારી સરકાર બનશે એટલે આ હપ્તારાજ નાબૂદ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post