• Home
  • News
  • કેજરીવાલની કેન્દ્ર સરકારને સલાહ:કહ્યું- 'ભારતની કરન્સીમાં લક્ષ્મી-ગણેશજીના ફોટા હોવા જોઈએ, તેમના આશીર્વાદથી અર્થવ્યવસ્થા સુધરશે'
post

બીજેપી નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું, મત માટે ધર્મનો ઢોંગ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-26 15:03:02

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને ભારતીય ચલણમાં શ્રી લક્ષ્મી-ગણેશજીનો ફોટો છાપવાની અપીલ કરી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિવાળીમાં લક્ષ્મી પૂજન કરતી વખતે તેમના મનમાં આવી લાગણી આવી, જેને તેઓ સરકાર સુધી પહોંચાડવા માગે છે.

દેવી-દેવતાઓનો આશીર્વાદ રહેશે તો પરિણામ મળશે
તેમણે કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે દેશની અર્થવ્યવસ્થા નબળી છે. આપણે આજે પણ વિકાસશીલ છીએ, આપણે ગરીબ છીએ. આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત સમૃદ્ધ દેશ બને. આપણે બધા ઈચ્છીએ છીએ કે તમામ ભારતીય પરિવાર સમૃદ્ધ બને. આપણે ઘણા પ્રયત્નો કરવા પડશે.

આપણે શાળાઓ, હોસ્પિટલો, મોટી સંખ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે. અમે પણ પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે જોઈએ છીએ કે પરિણામ આવતું નથી. આ માટે આપણે અનેક રીતે પ્રયાસ કરીએ છીએ, પરંતુ જો દેવી-દેવતાઓની કૃપા હોય તો પરિણામ આવે છે.

વિધ્નહર્તાનો આશીર્વાદ હશે, તો અર્થવ્યવસ્થા સુધરશે
કેજરીવાલે આગળ કહ્યું કે, અમે બધાએ દિવાળી પર પ્રાથના કરી. બધાએ લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા કરી. બિઝનેસમેન તો પોતાના ઘર અને ઓફિસમાં શ્રી લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ રાખે છે. આથી કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે, ભારતના ચલણ પર લક્ષ્મી અને ગણેશજીના ફોટા છાપે.

ચલણમાં ગાંધીજીનો ફોટો રહેશે અને તેની બીજી તરફ લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. આથી અર્થવ્યવસ્થાને તેમનો આશીર્વાદ મળે. ગણેશજીને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તેમનો આશીર્વાદ રહેશે તો અર્થવ્યવસ્થા સુધરી જશે. જૂની નોટો છે તેમાં કોઈ ફેરફાર ન કરે, પરંતુ નવી નોટ છાપે તેમાં ફોટા હોવા જોઈએ.

કેજરીવાલની સલાહ પર ભાજપનો પલટવાર
અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે કેજરીવાલની રાજનીતિ યુ-ટર્ન લઈ રહી છે. આ એ જ વ્યક્તિ છે જેણે અયોધ્યામાં રામ મંદિર જવાની ના પાડી હતી અને કારણ આપ્યું હતું કે ભગવાન ત્યાં કરવામાં આવતી પ્રાર્થના સ્વીકારશે નહીં. આ એ જ વ્યક્તિ છે જેણે સંસદમાં કાશ્મીરી પંડિતોના વિસ્થાપનને જુઠ્ઠું કહીને તેમની મજાક ઉડાવી હતી.

બીજેપી નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું, મત માટે ધર્મનો ઢોંગ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post