• Home
  • News
  • KGF ચેપ્ટર 2:યશની ફિલ્મના હિન્દી રાઇટ્સ માટે ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસે 90 કરોડ રૂપિયા ચૂકવ્યા, KGF-2 સૌથી મોંઘી કન્નડ ફિલ્મ બની
post

250 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી પહેલી કન્નડ ફિલ્મ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 11:31:55

KGF ચેપ્ટર 1ની અદભુત સફળતા પછી હવે દરેક તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ રાહનો અંત ટૂંક સમયમાં થવાનો છે કારણકે ફિલ્મના ટીઝર રિલીઝ થવાના શરૂ થઇ ગયા છે. અગાઉની જેમ જ કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGFના હિન્દી રાઇટ્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેનમેન્ટ દ્વારા ખરીદવામાં આવ્યા છે જેના માટે તેમણે 90 કરોડ રૂપિયાથી વધુ કિંમત ચૂકવવી પડી છે.

હાલમાં જ સ્પોટબોયને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ પ્રોડક્શનના નજીકના સૂત્રોએ જણાવ્યું કે KGF 2 એક્સેલ એન્ટરટેનમેન્ટને 90 કરોડથી વધુ રૂપિયામાં વેચવામાં આવી છે. જ્યારે KGF બનાવવામાં આવી રહી હતી ત્યારે તેની હિન્દી રિલીઝ વિશે વિચારવામાં આવ્યું ન હતું પણ રિલીઝના અમુક સમય પહેલાં જ તેના હિન્દી રાઇટ્સ એક્સેલ એન્ટરટેનમેન્ટને વેચવામાં આવ્યા હતા. પણ હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. KGFની સરખામણીએ તેની સિક્વલમાં સાત ગણું વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. આવામાં એક્સેલને રાઇટ્સ માટે આ વખતે વધુ કિંમત ચૂકવવી પડી છે.

જ્યારે 2018માં રિતેશ સિધવાની અને ફરહાનના પ્રોડક્શને કન્નડ ફિલ્મ KGF ખરીદી હતી ત્યારે તેને અંદાજો ન હતો કે આ એક જબરદસ્ત હિટ સાબિત થવાની છે. રિપોર્ટમાં સૂત્રના જણાવ્યા અનુસાર લખવામાં આવ્યું છે કે ફિલ્મના પહેલા ભાગના ખર્ચ કરતા કલેક્શન 35 ગણું વધુ થયું હતું.

250 કરોડ રૂપિયાનું કલેક્શન કરનારી પહેલી કન્નડ ફિલ્મ
જણાવી દઈએ કે KGF 80 કરોડના બજેટમાં તૈયાર થઇ હતી જેણે 250 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ સાથે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની ગઈ છે. યશ પણ પહેલો કન્નડ હીરો છે જેની ફિલ્મે આટલું મોટું કલેક્શન કર્યું છે.

KGF ચેપ્ટર 2નું પહેલું ટીઝર 8 જાન્યુઆરીએ રિલીઝ થવાનું હતું પણ ફેન્સની ડિમાન્ડ પર તેને એક દિવસ પહેલાં 7 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મના પહેલા ટીઝરને અત્યારસુધી 16 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઓડિયન્સના જબરદસ્ત રિસ્પોન્સ પછી એક્ટર યશ અને ડિરેક્ટર પ્રશાંત નીલ પણ શોક થઇ ગયા હતા. હવે તેનું બીજું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.

adv

Related News

post
post
post
post
post
post
post