• Home
  • News
  • સીરમમાં PM મોદી:ઘોડાના ફાર્મ શેડથી થઈ શરૂઆત, આજે છે દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની; વિશ્વના 60% બાળકોને અપાઈ છે અહીંની વેક્સિન
post

આદરના સીઈઓ બન્યા પછી વધી કંપનીની રેવન્યૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 16:02:56

કોરોના વેક્સિનની પ્રગતિ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી છે તે દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદન કંપની છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, કંપની અત્યાર સુધીમાં 1.5 બિલિયન ડોઝનું નિર્માણ કરીને બજારમાં વેચી ચૂકી છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. આ આંકડા પ્રમાણે, વિશ્વના 60 ટકા બાળકોને સીરમની એક વેક્સિન ચોક્કસ આપવામાં આવી હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા માન્યતા પ્રાપ્ત સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન 170 દેશોમાં સપ્લાય થાય છે.

કંપની પોલિયો વેક્સિનની સાથે સાથે ડિપ્થીરિયા, ટેટનેસ, પોર્ટુસિસ, HIB, બીસીજી, આર-હિપેટાઈટિસ બી, ખસરા, મમ્પ્સ અને રુબેલાની વેક્સિનનું પણ નિર્માણ કરે છે.

ઘોડાના ફાર્મ શેડથી શરૂ થઈ હતી કંપની
શેર હોલ્ડર્સને હટાવી દેવામાં આવે તો સીરમ ઈન્સ્ટિટ્યૂટ માત્ર બે લોકો ચલાવે છે. અદાર પૂનાવાલા અને તેમના પિતા સાયરસ પૂનાવાલા. સાયરસ એક હોર્સ બ્રીડર હતા જે અબજોપતિ બન્યા. અંદાજે 50 વર્ષ પહેલાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ પરિવાર ઘોડાના ફાર્મના એક શેડ નીચે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારપછી સાયરસને અહેસાસ થયો કે, વેક્સિન લેબ માટે ઘોડાને દાન કરવાની જગ્યાએ તેઓ જાતે પણ સીરમને પ્રોસેસ કરી શકે છે અને વેક્સિન બનાવી શકે છે.

ટિટનસની વેક્સિનથી કંપનીની શરૂઆત કરવામાં આવી હતી સાયરસ પૂનાવાલાએ 1967માં ટેટનસની વેક્સિન બનાવીને કંપનીની શરૂઆત કરી હતી. ત્યારપછી સાંપ કરડે તો એન્ટીડોટ્સ. ત્યારપછી ટીબી, હેપિટાઈટિસ, પોલિયો અને ફ્લૂના શોર્ટ્સ બનાવ્યા. પૂનાવાલાએ પૂણેમાં ઘોડાના ફાર્મ કરતાં મોટો વેક્સિન પ્લાન્ટ તૈયાર કર્યો. ભારતને સસ્તી લેબર અને એડ્વાન્સ ટેક્નોલોજી સાથે મળીને સીરમ ઈન્સ્ટિટ્યૂટે ગરીબ દેશો માટે સસ્તી વેક્સીન સપ્લાય કરીને યુનિસેફ, પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કોન્ટ્રાક્ટ મેળવ્યા,. હવે પૂનાવાલા ભારતના સૌથી અમીર પરિવારોમાંથી એક છે અને તેમની સંપત્તિ 37,000 કરોડ રૂપિયા કરતાં વધારે છે.

કંપની દર મિનિટે 500 ડોઝનું નિર્માણ કરે છે પૂનાવાલાની કંપની દર મિનિટે વેક્સિનના 500 ડોઝ તૈયાર કરે છે. પૂનાવાલા પાસે આજકાલ સમગ્ર દુનિયાના સ્વાસ્થય મંત્રીઓ, વડાપ્રધાન અને તમામ પ્રમુખોના ફોન આવી રહ્યા છે, જેમની સાથે આ પહેલાં તેમની કદી વાત પણ નથી થઈ. પૂનાવાલા કહે છે કે, દરેક લોકો મને વેક્સિનની પહેલી બેચ માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. પણ મેં બધાને સમજાવ્યા છે કે, જુઓ હું તમને અડધી અધૂરી વેક્સિન ન આપી શકું.

ઓક્સફોર્ડ સાથે કામ કરી રહી છે સીરમ ઈન્સ્ટિટ્યૂટ સીરમ ઓક્સફોર્ડ સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. કંપનીએ એપ્રિલમાં જ ક્લીનિકલ ટ્રાયલ્સ ખતમ થતાં પહેલાં મોટા સ્તરે વેક્સિન બનાવવાની જાહેરાત કરી દીધી છે. મેની શરૂઆતમાં જ અહીં એક સીલ્ડ સ્ટીલ બોક્સમાં ઓક્સફોર્ડથી દુનિયાની સૌથી વિશ્વાસુ વેક્સિનનું સોલ્યુલર મટીરિયલ આવ્યું હતું. અત્યારે કંપની તરફથી વેક્સિનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.

આદરના સીઈઓ બન્યા પછી વધી કંપનીની રેવન્યૂ
જ્યારથી આદર પૂનાવાલાએ સીરમનું સીઈઓ પદ સંભાળ્યું છે ત્યારથી કંપની નવા બજારોમાં પણ વિસ્તરણ કરી રહી છે. તેનાથી કંપનીની રેવન્યૂ 5900 કરોડથી વધારે થઈ ગઈ છે. અદર કહે છે કે, તેમના પરિવારને જીવન બચાવવાની વેક્સિન બનાવવાની જગ્યાએ ફેન્સી કાર અને જેટમાં ફરવા માટે વધારે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણાં લોકોને હજી ખબર નથી કે હું શું કરુ છું. તેમને લાગે છે કે, હું ઘોડા સાથે કઈક કરુ છું અને સારા પૈસા બનાવું છું.

adv

Related News

post
post
post
post
post
post
post