• Home
  • News
  • કોહલીએ છેલ્લી 19 ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી, 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસ પછી સૌથી ખરાબ પ્રદર્શન
post

કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ઈડન ટેસ્ટમાં સદી મારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 11:35:57

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે માત્ર 2 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. તે ફાસ્ટ બોલર કાઇલી જેમિસનની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી વિકેટ બન્યો હતો. કોહલીની આ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં એક્રોસ ફોર્મેટ 8મી ઇનિંગ્સ હતી. આ દરમિયાન તેણે માત્ર એક ફિફટી મારી છે. કોહલીએ છેલ્લી 19 ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી. તેણે છેલ્લે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં નવેમ્બર 2019માં સદી મારી હતી.

આ પહેલા કોહલીએ બેવાર 19 અથવા તેથી વધુ ઇનિંગ્સ સુધી સદી મારી નહોતી

કોહલી પોતાના કરિયરમાં આ પહેલા 2 વાર આવા ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો કે જ્યાં તેણે 19 અથવા તેથી વધુ ઇનિંગ્સ સુધી સદી મારી નહોતી.

1) કોહલી પહેલીવાર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2011 દરમિયાન ખરાબ ફોર્મમાં રહ્યો હતો. ત્યારે તેણે 24 ઇનિંગ્સ સુધી સેન્ચુરી ફટકારી ન હતી. તે 7 મહિનામાં તેની ઓવરઓલ બેટિંગ એવરેજ 48થી ઘટીને 39 થઇ ગઈ હતી.

2) ત્યારબાદ 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે કોહલીને સદી તો દૂરની વાત છે, રન કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2014 સુધી તે સતત 25 ઇનિંગ્સમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટની સીરિઝમાં કોહલીએ માત્ર 134 રન કર્યા હતા. ઓફ-સ્ટમ્પની બહારની લાઈન પર જેમ્સ એન્ડરસન તેને સરળતાથી આઉટ કરી રહ્યો હતો.

કોહલીએ છેલ્લી 19 ઇનિંગ્સમાં માત્ર 6 ફિફટી મારી
વિરાટ કોહલી જેવા બેટ્સમેન જૂજ હોય છે કે જેમનું ફોર્મ આપણે સદીના આધારે માપતા હોઈએ છીએ. જોકે જો છેલ્લી ઇનિંગ્સમાં કોહલીએ માત્ર 6 ફિફટી મારી છે, જે તેના સ્ટાન્ડર્ડ પ્રમાણે નબળું પ્રદર્શન છે. તેણે 2014માં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે પણ 6 ફિફટી જ મારી હતી. જ્યારે 2011માં 4 ફિફટી મારી હતી.

ઇંગ્લેન્ડ પ્રવાસની યાદ અપાવે તે રીતે આઉટ થયો
કોહલી આજે ઇંગ્લેન્ડ પ્રવાસની યાદ આવે તે રીતે આઉટ થયો હતો. ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ પર પિચ થયેલા બોલમાં ડ્રાઈવ મારવા જતા સ્લીપમાં કેચ આઉટ. કોહલી ટેસ્ટ સીરિઝની બાકીની ત્રણ ઇનિંગ્સમાં આ રીતે ફરીથી આઉટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post