• Home
  • News
  • કોહલી 5 કરોડ ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ભારતીય, પ્રિયંકા બીજા સ્થાને; દુનિયામાં 20 કરોડ ફોલોઅર્સ સાથે રોનાલ્ડો સૌથી આગળ
post

અમેરિકન સિંગર અરિયાના દુનિયામાં ત્રીજા સ્થાને, તેના 17.5 કરોડ ફોલોઅર્સ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 08:43:23

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 5 કરોડ ફોલોઅર્સ છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેના પછી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બીજા સ્થાને છે. તેના 4.99 કરોડ ફોલોઅર્સ છે. જ્યારે પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના 20.3 કરોડ ફોલોઅર્સ છે. રોનાલ્ડોથી આગળ માત્ર ઇન્સ્ટાગ્રામ છે, તેના 33 કરોડ ફોલોઅર્સ છે. ત્રીજા નંબરે અમેરિકન સિંગર અરિયાના છે, જેના 17,5 કરોડ ફોલોઅર્સ છે. કોહલીએ અત્યારસુધી ઇન્સ્ટાગ્રામ પર 930 પોસ્ટ કરી છે. તે માત્ર 48 લોકોને ફોલો કરે છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ભારતમાં ત્રીજા નંબરે છે. તેના 4.41 કરોડ ફોલોઅર્સ છે.

 

ટોપ-10માં 3 ફૂટબોલર:

નંબર

યૂઝર

પ્રોફેશન

ફોલોઅર્સ

દેશ

1

ઇન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

33.3

અમેરિકા

2

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

ફૂટબોલર

20.3

પોર્ટુગલ

3

એરિયાના ગ્રાન્ડે

સિંગર

17.6

અમેરિકા

4

ડવેન જોન્સન

એક્ટર અને રેસલર

17.2

અમેરિકા

5

સેલેના ગોમેઝ

સિંગર

16.8

અમેરિકા

6

કાયલી જેનર

ટીવી એક્ટ્રેસ

16.2

અમેરિકા

7

કિમ કાર્દેશિયન

ટીવી એક્ટ્રેસ

16

અમેરિકા

8

લિયોનલ મેસી

ફૂટબોલર

14.3

અર્જેન્ટિના

9

બિયોન્સે

સિંગર

14.1

અમેરિકા

10

નેમાર

ફૂટબોલર

13.3

બ્રાઝીલ

 

ઇન્સ્ટાગ્રામથી કમાણી: રોનાલ્ડો સૌથી આગળ, કોહલી 11મા નંબરે

એક રિપોર્ટ અનુસાર, રોનાલ્ડોએ 2019માં પેડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લગભગ 340 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જુવેન્ટ્સ ક્લબમાં તેનું એન્યુલ પેકેજ 242 કરોડ રૂપિયા છે. રોનાલ્ડોને ઇન્સ્ટાગ્રામ પર દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે 6.9 કરોડ રૂપિયા મળે છે. સોશિયલ મીડિયાથી કમાણીના મામલે મેસી બીજા સ્થાને છે. સ્પેનિશ ક્લબ બાર્સેલોના મેસીએ 36 પોસ્ટથી 165 કરોડ રૂપિયા કમાયા છે. કોહલી એક વર્ષમાં 8.3 કરોડ રૂપિયા કમાઈને આ સૂચિમાં 11મા સ્થાને છે.

કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 70 સદી મારી
ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં કોહલી ટેસ્ટની સીરિઝ રમશે. પહેલી મેચ વેલિંગ્ટનમાં 21 ફેબ્રુઆરીએ રમાશે. કોહલીએ અત્યારસુધીમાં 84 ટેસ્ટ, 248 વનડે અને 81 T-20 રમી છે. તેણે ટેસ્ટમાં 54.98ની એવરેજથી 7202, વનડેમાં 59.34ની એવરેજથી 11867 અને T-20માં 50.8ની એવરેજથી 2794 રન કર્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 70 સદી મારી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post