• Home
  • News
  • કોહલી નંબર 1 અને રોહિત નંબર 2 બેટ્સમેન, બોલર્સમાં બુમરાહ ટોપ પર
post

પાકિસ્તાનનો બાબર આઝમ 829 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:06:13

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલા લેટેસ્ટ વનડે બેટ્સમેન રેન્કિંગમાં પહેલા અને બીજા સ્થાને છે. વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં 183 રન, જયારે રોહિતે 171 રન કર્યા હતા. કોહલીના 886 પોઈન્ટ્સ અને રોહિતના 868 પોઈન્ટ્સ છે. પાકિસ્તાનનો બાબર આઝમ 829 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ઓપનર શિખર ધવન સાત સ્થાનના ફાયદા સાથે 15મા ક્રમે આવી ગયો છે. જ્યારે લોકેશ રાહુલ 21 સ્થાનના ફાયદા સાથે 50મા ક્રમે આવી ગયો છે. રાહુલે સીરિઝમાં 146 રન કર્યા હતા.

બુમરાહ પ્રથમ સ્થાને યથાવત
બોલર્સ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ 764 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ, અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન, . આફ્રિકાનો રબાડા અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા બે સ્થાનના ફાયદા સાથે 27મા ક્રમે આવી ગયો છે. જાડેજાએ સીરિઝમાં ચાર વિકેટ લીધી હતી. જાડેજાએ તેમજ બે ઇનિંગ્સમાં 45 રન કર્યા હતા. તે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 10મા ક્રમે આવી ગયો છે.

 

ટોપ 5 બેટ્સમેન:

ક્રમ

ખેલાડી

પોઈન્ટ્સ

1

વિરાટ કોહલી

886

2

રોહિત શર્મા

868

3

બાબર આઝમ

829

4

ફાફ ડુ પ્લેસીસ

815

5

રોસ ટેલર

810

 

ટોપ 5 બોલર્સ:

ક્રમ

ખેલાડી

પોઈન્ટ્સ

1

જસપ્રીત બુમરાહ

764

2

ટ્રેન્ટ બોલ્ટ

737

3

મુજિબ ઉર રહેમાન

701

4

કગીસો રબાડા

684

5

પેટ કમિન્સ

673

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post