• Home
  • News
  • કોહલીની ચિંતા વ્યાજબીઃ ટીમ ઈન્ડિયા છેલ્લા 8 મહિનામાં 62 દિવસ મેદાન પર રહી, સરેરાશ પ્રત્યેક ચોથા દિવસે મેચ રમી
post

સતત ક્રિકેટ મેચ અંગે કોહલીએ કહ્યું- એ દિવસો દૂર નથી કે જ્યારે ખેલાડી સીધો જ સ્ટેડિયમમાં લેન્ડ કરશે અને મેચ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:54:44

કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમની સતત ક્રિકેટ મેચની વ્યસ્તતાને લઈ ચિંતિત છે. તેમની ચિંતા વ્યાજબી પણ છે, કારણ કે ટીમ ઈન્ડિયા ગત વર્ષ જૂન મહિનીથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 8 મહિનામાં 62 દિવસ મેદાન પર રહી છે. તેને લીધે ભારતીય ટીમ સરેરાશ પ્રત્યેક ચોથા દિવસે મેચ રમી છે. સમય ગાળા દરમિયાન ટીમ ઈન્ડિયા ઈગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અમેરિકા અને ભારતમાં 19 વનડે, 15 T-20 અને 7 ટેસ્ટ રમી છે. જો તેમાં પ્રેક્ટિસનો એક-એક દિવસ જોડી દેવામાં આવે તો ટીમ ઈન્ડિયા છેલ્લા 8 મહિનામાં 124 દિવસ એટલે કે પ્રત્યેક બીજો દિવસ મેદાન પર વિતાવ્યો છે. પૈકી બીજા શહેરમાં જવા જે સમય લાગે છે તેને સાથે જોડવામાં આવ્યો નથી. જો તેને પણ સાથે જોડી દેવામાં આવે તો અંદાજ લગાવી શકાય છે કે ભારતીય ટીમ પર સતત ક્રિકેટ રમવાની કેટલી અસર થઈ રહી છે.

ટીમ ઈન્ડિયા વર્ષની શરૂઆતથી સતત ક્રિકેટ રમી રહી છે. જાન્યુઆરીમાં ભારત અત્યાર સુધીમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 અને 3 વનડે રમી ચુક્યું છે, એટલે કે ટીમ 6 દિવસ મેદાન પર રહી છે. શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની T-20 સિરીઝ શરૂ થઈ રહી છે. તેની 4 મેચ પણ મહિનામાં છે. દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા 4 દિવસ વધુ મેદાન પર વિતાવશે.


ટીમ ઈન્ડિયાએ ઈગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અમેરિકા અને ભારતમાં 19 વનડે, 15 T-20 અને 7 ટેસ્ટ રમી

મહિનો

મેચ

કેટલા દિવસ મેદાન ઉપર

જૂન

7

7

જુલાઈ

3

4

ઓગસ્ટ

8

14

સપ્ટેમ્બર

3

3

ઓક્ટોબર

3

13

નવેમ્બર

5

9

ડિસેમ્બર

6

6

*જાન્યુઆરી

6

6

કુલ મહિના-8

41

62

(19 જાન્યુઆરી સુધીના આંકડા)

ભારતીય ટીમ જૂન અને જુલાઈમાં 11 દિવસ મેદાન પર રહી, પ્રત્યેક પાંચમા દિવસે મેચ રમી

ભારતીય ટીમ ગત વર્ષ 5 જૂનથી 10 જુલાઈ વચ્ચે 11 દિવસ મેદાન પર રહી. દ્રષ્ટિએ સરેરાશ પ્રત્યેક પાંચમાં દિવસે એક મેચ રમી છે.જૂન મહિનામાં ટીમ ઈન્ડિયાએ 7 દિવસ મેદાન પર પસાર કર્યો હતો. શરૂઆત 5 જૂનના રોજ સાઉથેમ્પટનમાં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમાઈ હતી. ત્યારબાદ ટીમ નોટીંગહામ, માન્ચેસ્ટર અને બર્મિગહામ ગઈ હતી. જુલાઈમાં પણ ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ વ્યસ્ત રહ્યો હતો. ભારતીય ટીમે મહિને ત્રણ શહેરમાં 3 વનડે રમી છે અને 4 દિવસ મેદાન પર રહી છે. ભારતીય ટીમે માટે એક દિવસ વધારે મેદાન પર પસાર કર્યો છે. કારણ કે ન્યૂઝીલેન્ડ સામે વિશ્વ કપની સેમીફાઈનલ વરસાદને લીધે બે દિવસમાં પૂરી થઈ હતી.

ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં સૌથી વધારે 14 દિવસ મેદાન પર રહી

ટીમ ઈન્ડિયા છેલ્લા 8 મહિનામાં સૌથી વધારે 14 દિવસ ઓગસ્ટ મહિનામાં મેદાન પર રહી હતી. સમય દરમિયાન ભારતીય ટીમ ત્રણ T-20, 3 વનડે અને બે ટેસ્ટ રમી હતી. 8 મેચ માટે તેને અમેરિકા, વેસ્ટઈન્ડિઝના 5 શહેરમાં પ્રવાસ કરવો પડ્યો હતો. પૈકી લોડરહિલ, પ્રોવિડેન્સ, પોર્ટ ઓફ સ્પેન, એન્ટીગા અને જમૈકાનો સમાવેશ થાય છે. બીજીબાજુ સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયાને થોડી રાહત મળી હતી. પ્રવાસમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે ફક્ત ત્રણ T-20 રમી એટલે કે ત્રણ દિવસ તે મેદાન પર રહેવું પડ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post