• Home
  • News
  • કોહલીની અપીલ- યુવા ખેલાડીઓ વિશે ઝડપથી કોઈ ધારણા ન બાંધી લો, આમિરે કહ્યું- મહાન ખેલાડીના મહાન શબ્દ
post

ભારતીય કેપ્ટન વિરાટ કોહલની ICCના સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે પસંદગી કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 11:40:12

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બુધવારે ICCના સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. ICC કોહલીનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કોહલીએ કહ્યું કે, ‘હું ચોંકી ગયો, ઘણા વર્ષો સુધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ મને સન્માન મળ્યું. ઘણી વખત આપણે કોઈ ખેલાડી વિરુદ્ધ તેના પ્રારંભિક સમયમાં ટીકાત્મક વલણ અપનાવી લઈએ છીએ. આવું થવું જોઈએ. હું નથી ઈચ્છતો કે કોઈ યુવાન આવી પરિસ્થિતિમાંથી પસાર થાય.’ અંગે આમિરે લખ્યું,‘મહાન ખેલાડીના મહાન શબ્દ


કોહલીએ ઈગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ મેચ દરમિયાન પ્રશંસકો સ્ટીવ સ્મિથની પજવણી કરતા અટકાવ્યા હતા. સ્પોર્ટ્સ ભાવના માટે તેમને સન્માન મળવું જોઈએ. અંગે કોહલીએ કહ્યુંતે સ્થિતિ તેમના માટે વ્યક્તિગત રીતે ખરાબ હતી, મેં તેમને સમજાવ્યા. મને નથી લાગતું કે આવી સ્થિતિમાંથી પસાર થયેલા વ્યક્તિનો ફાયદો ઉઠાવવો જોઈએ. આપણા ચાહકોનું આવું વલણ ક્યારે હોવું જોઈએ. આપણે દરેકે આની જવાબદારી લેવી પડશે. આપણે વિપક્ષની ટીમ પર દબાણ વધારી શકીએ છીએ, પણ કોઈની પર ભાવનાત્મક રીતે ટિપ્પણી કરી શકીએ. કોઈ પણ ભોગે માન્ય નહીં ગણાય.’


કોહલીની ICC વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી થઈ


કોહલીની સતત ત્રીજા વર્ષે ICC વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેની પસંદગી કરાઈ છે. ઉપરાંત રોહિત શર્મા પહેલી વખત વનડે ક્રિકેટર ઓફ યર બન્યા હતા. T-20માં પર્ફોમન્સ ઓફ યર ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહરને મળ્યો હતો. ઈગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનારા ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની પ્લેયર ઓફ યર તરીકેને પસંદગી કરાઈ હતી. 2019માં 59 વિકેટ લેનારા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિંસ વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. રિચર્ડ ઈલિંગવર્થને એમ્પાયર ઓફ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post