• Home
  • News
  • કોલકાતા-રાજસ્થાનની મેચમાં વરસાદ બન્યો વિલન, રાજસ્થાનની આશા પર પાણી ફેરવ્યું
post

KKR-SRH વચ્ચે ક્વોલિફાયર-1 અને RR-RCB વચ્ચે એલિમિનેટર રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-20 11:41:53

ગુવાહાટી: કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024ની છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ થઈ છે. ગુવાહાટીમાં રવિવાર સાંજથી જ વરસાદ પડી રહ્યો છે. ટૉસમાં સાડા ત્રણ કલાકનો વિલંબ થયો હતો, પરંતુ વરસાદે ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા છે.

આ પોઈન્ટ સાથે કોલકાતા (20 પોઈન્ટ) પહેલા અને રાજસ્થાન (17 પોઈન્ટ) ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં ક્વોલિફાયર-1 કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ અમદાવાદમાં રમાશે. આ જ મેદાન પર 22 મેના રોજ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. દિવસની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે હૈદરાબાદ ટોપ-2માં આવી ગયું છે.