• Home
  • News
  • USમાં બિરલાની દીકરી જાતિવાદનો ભોગ બની ​:કુમાર મંગલમની દીકરી અનન્યાને રેસ્ટોરન્ટે 3 કલાક રાહ જોવડાવી, પછી બહાર કાઢી મુક્યા
post

અનન્યાની માતા અને ભાઈએ કહ્યું- જાતિવાદ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:28:56

બિઝનેસ ટાયકૂન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલા અમેરિકામાં જાતિવાદનો શિકાર બની છે. અનન્યા અને તેના પરિવારને કેલિફોર્નિયાના સ્કોપા ઈટેલિયન રુટ્સ રેસ્ટોરન્ટે બહાર કાઢી મુક્યા હતા. અનન્યાએ ટ્વિટ કરી આ ઘટના અંગે માહિતી આપી છે.

અનન્યાએ 24 ઓક્ટોબરના રોજ એક ટ્વિટ કરીને લખ્યુ કે સ્કોપા ઈટાલિયન રુટ્સે મને અને મારા પરિવારને તેના પરિસરમાંથી બહાર કાઢી મુક્યા છે. તેમના દ્વારા જાતિવાદી ભેદભાવ કરવામાં આવ્યો હતો. તમારે તમારા ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. આ જાતિવાદ છે. જે યોગ્ય નથી. અનન્યાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે અમે તમારા રેસ્ટોરન્ટમાં ભોજન માટે 3 કલાક સમય રાહ જોઈ. શેફ એન્ટોનિયો તમારા વેટર જોશુઆ સિલ્વર મેનનો વ્યવહાર માટી માતા માટે અભદ્ર હતો. આ એક જાતિવાદ હતો. જે ઠીક ન હતો.

અનન્યાની માતા અને ભાઈએ કહ્યું- જાતિવાદ છે
અનન્યા બિરલાની માતા નિરજાએ ટ્વિટ કર્યું- આ એક ચોકાવનારી ઘટના છે. બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. રેસ્ટોરન્ટે કોઈ પણ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવાનો અધિકાર નથી. અનન્યાના ભાઈ આર્યમાને ટ્વિટ કર્યું કે મને આ પ્રકારનો ક્યારે અનુભવ થયો નથી. જાતિવાદની સ્થિતિ છે અને વાસ્તવિક છે. વિશ્વાસ થતો નથી.

adv

Related News

post
post
post
post
post
post
post