• Home
  • News
  • સુરતમાં ‘લેબગ્રોન’નું આયોજન:દેશમાં પ્રથમવાર 28મીથી હીરાની હરાજી, 70 સેલર્સ અને 45 બાયર્સે રજિસ્ટ્રેશન કરાવી દીધું
post

દિલ્હી, જયપુર સહિતના સ્થળેથી 200 જ્વેલર્સ આવવાનો અંદાજ

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:54:43

ભારતમાં પ્રથમ વખત સુરતમાં 28મીથી 1 ઓક્ટોબર સુધી લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની હરાજી યોજાશે. તહેવારો નજીક હોવાથી હીરાની માંગ વધતા વેપારીઓ અને જ્વેલર્સની સરળતા માટે આ હરાજીનું આયોજન કરાયું છે. વેસુમાં ટાઈટેનિયમ સ્કેવરમાં GJEPCના ઓક્શન હાઉસમાં હરાજી યોજાશે. જયકારના ચેરમેન નરેશ પરીખે જણાવ્યું કે, ‘લેબગ્રોનની ડિમાન્ડ યુએસએમાં ખુબ જ વધી રહી છે.

જ્વેલર્સ, હોલસેલર્સ અને રિટેઈલર્સ ભાગ લશે
આયોજક ચિંતન પરીખે જણાવ્યું કે, ‘દેશમાં પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે. સુરત લેબગ્રોન ડાયમંડનું હબ છે. એટલા માટે આ હરાજીમાં દિલ્હી, જયપુર, નાગપુર મુંબઈ અને ચંદિગઢમાંથી જ્વેલર્સ, હોલસેલર્સ અને રિટેઈલર્સ ભાગ લશે.

150 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ સુરતના
આ હરાજીમાં દેશના ટોપ 200 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ ભાગ લેશે. જેમાં 150 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ સુરતના અને 50 સુરતની બહારના છે.

સેલર, બાયરમાં રજિ. માટે ઉત્સાહ જણાયો
નોંધણીના પ્રથમ દિવસે જ 70 સેલર અને 45 બાયર્સે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. જેમાં ગુજરાત બહારથી પણ ટ્રેડર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સ ભાગ લેશે.

આયાતી લેબગ્રોનની રફના ભાવ 20% વધ્યા
લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની વિશ્વમાં માંગ વધતા ચાઈનાથી આયાત લેબગ્રોન ડાયમંડની એચપીએચટી (હાઈપ્રેશર હાઈટેમ્પ્રેચર) રફના ભાવમાં બે મહિનામાં 20 ટકાનો વધારો થયો છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, ‘હાલ અમેરિકા સહિત દેશોમાં માંગ વધતાં આયાત થતી રફના ભાવમાં વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post