• Home
  • News
  • લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ સરેન્ડર કર્યુ, સુપ્રીમ કોર્ટે રદ કર્યા હતા જામીન
post

સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને ઈલાહાબાદ હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કરતા કડક ટીકા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 11:51:47

લખનૌ: યુપીના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર અને લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ લખીમપુરના નીચલી કોર્ટમાં સરેન્ડર કરી દીધુ છે. લખીમપુર પોલીસએ સરેન્ડર કર્યા બાદ આશિષ મિશ્રાને જેલ મોકલી દીધા છે. આશિષ મિશ્રા મોનૂને ઈલાહાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા હતા. આશિષ મિશ્રાને મળેલા જામીન બાદ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો હતો.

સુપ્રીમ કોર્ટએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર અને લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને મળેલી જામીન રદ કરી દીધા હતા. જાણકારી અનુસાર આશિષ મિશ્રા રવિવારે રજાના દિવસે સરેન્ડર કરી દીધુ. આશિષ મિશ્રાએ સીજેએમની કોર્ટમાં પહોંચીને સરેન્ડર કરી દીધુ.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને ઈલાહાબાદ હાઈકોર્ટમાંથી મળેલા જામીન રદ કરતા કડક ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે આશિષના જામીન રદ કરતા આને સાત દિવસની અંદર સરેન્ડર કરવા માટે કહ્યુ હતુ. સુપ્રીમ કોર્ટ તરફથી આશિષ મિશ્રાને સરેન્ડર કરવા માટે આપવામાં આવેલા સાત દિવસની સમય મર્યાદા કાલે એટલે કે 25 એપ્રિલે પૂરી થઈ રહી હતી.

25 એપ્રિલએ સોમવારનો દિવસ છે. અઠવાડિયા પહેલા દિવસ કોર્ટમાં ઘણી ભીડભાડ થાય છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે ભીડથી બચવા માટે જ આશિષ મિશ્રાએ રજા દિવસ રવિવારે જ લખીમપુરની નીચલી કોર્ટમાં સરેન્ડર કરી દીધુ. આશિષ ખેડૂતોના આંદોલન દરમિયાન લખીમપુરમાં થયેલી હિંસાના મામલે મુખ્ય આરોપી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post