• Home
  • News
  • હાઈટેક સિટી હશે શ્રીરામ જન્મભૂમિ, રામલલ્લા ત્રણ ભાઈ સાથે દરબારમાં બિરાજમાન થશે
post

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં રોજ 1 લાખ શ્રદ્ધાળુ આવી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 09:48:21

અયોધ્યા: અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિની નવી ઓળખ હશે- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. 70 એકરમાં ફેલાયેલા આ પરિસરને સરકારી દસ્તાવેજોમાં આ જ નામ અપાઈ રહ્યું છે. પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ભૂમિપૂજન પહેલા મંદિર નિર્માણ માટે જુદા જુદા વિભાગોમાંથી એનઓસી અને મંજૂરીની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. અયોધ્યા વિકાસ પ્રાધિકરણમાં મંદિરના નકશાની મંજૂરી પણ અંતિમ તબક્કામાં છે. મંદિરના નવા મોડલ સાથે સમગ્ર 70 એકર વિસ્તારમાં મંદિરનો લેન્ડસ્કેપ તૈયાર છે. તમામ જરૂરી સુવિધા અને ગ્રીન બેલ્ટ વચ્ચે ત્રણ માળના મંદિરમાં રામદરબાર સજાવાશે. આ સમગ્ર પરિસર હાઈટેક સિટીની જેમ હશે. આ ક્ષેત્ર અયોધ્યાનું ઉપનગર ગણાશે. અહીં રોજ એક લાખ શ્રદ્ધાળુ આવી શકે એ રીતે સુવિધાઓ હશે. આખું પરિસર સૌર ઊર્જાથી ઝગમગતું રહેશે.

67.7 એકર કહેવાય છે તે જમીન માપણી પછી 70 એકર મળી છે. તેના દાયરામાં ત્રણ રાજસ્વ ગ્રામની ભૂમિ આવે છે. આ ગામ છે, જ્વાલાપુર, રામકોટ અને અવધખાસ. મંદિરનું ગર્ભગૃહ રામકોટમાં છે, પરંતુ હવે સમગ્ર ભૂમિને શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્રની નવી ઓળખ અપાઈ છે.

મંદિર, પરિક્રમા માર્ગ અને પંચદેવ મંદિરનું પરિસર 6 એકરમાં વિકસાવાશે
મંદિર અને તેની સાથે જોડાયેલો પરિક્રમા માર્ગ અને પંચદેવ મંદિરનું ક્ષેત્ર આશરે છ એકરમાં હશે. ગર્ભગૃહ અને રામદરબારનું મુખ પૂર્વ તરફ હશે. દરબાર હૉલથી સીધા હનુમાનગઢીના દર્શન થશે. પાંચ શિખરના મંદિર નિર્માણ માટે આશરે રૂ. 300 કરોડ ખર્ચ કરાશે. ફર્શ ગ્રેનાઈટ પથ્થરોની બનશે. મંદિરની આસપાસની અન્ય સુવિધા વિકસાવવાનો ખર્ચ જુદો હશે. મંદિરનો નકશો પાસ કરાવવા માટે રૂ. બે કરોડની ફી પણ ચૂકવવી પડશે.

મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલની વાત ખોટી: ચંપત રાય
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાયે એ મીડિયા અહેવાલોને ખોટા જણાવ્યા છે, જેમાં કહેવાયું છે કે રામમંદિર નિર્માણ પહેલા જમીનમાં બે હજાર ફૂટની ઊંડાઈએ ધાતુના બોક્સમાં ટાઈમ કેપ્સ્યુલપણ દાટવામાં આવશે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી ટાઈમ કેપ્સ્યુલના સમાચારો ચાલી રહ્યા છે. આ દાવો ઉપજાવી કાઢેલો છે. હું અપીલ કરું છું કે, શ્રીરામ જન્મભૂમિ સંદર્ભમાં ફક્ત સત્તાવાર નિવેદનોને જ સાચા માનવા.

અયોધ્યામાં રૂ. 500 કરોડની યોજનાઓની જાહેરાત થશે
5
ઓગસ્ટે રામ મંદિરના ભૂમિ પૂજન સાથે જ અયોધ્યામાં રૂ. 500 કરોડની યોજનાઓની જાહેરાત થશે. આ દરમિયાન રૂ. 326 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરાશે અને રૂ. 161 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post