• Home
  • News
  • મંગળવારે 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ:2040માં દિવાળીના દિવસે અને દેવ દિવાળીએ ફરી સૂર્ય-ચંદ્ર ગ્રહણનો યોગ બનશે
post

ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સવારે 5.38 વાગે શરૂ થઈ જશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 19:01:45

કાલે કારતક પૂનમ અને દેવ દિવાળી (8 નવેમ્બર)ના રોજ સાંજે 4.23 વાગ્યાથી અરૂણાચણ પ્રદેશના ઈટાનગરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. દેશના પૂર્વ ભાગ સિવાય અન્ય શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, જે 6.19 કલાકે પૂર્ણ થશે. તે પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે અને તે 7.26 વાગ્યા સુધી રહેશે.2022 પહેલાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો આવો યોગ 2012 અને તેના પહેલાં 1994માં બન્યો હતો. 2012માં 13 નવેમ્બરે દિવાળીએ સૂર્ય ગ્રહણ અને 28 નવેમ્બરે દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ થયું હતું. 1994માં 3 નવેમ્બરના રોજ દિવાળીએ સૂર્યગ્રહણ અને 18 નવેમ્બરે દેવ દિવાળીએ ચંદ્રગ્રહણનો યોગ બન્યો હતો. હવે આવો સંયોગ 18 વર્ષ પછી બનશે. 2040માં 4 નવેમ્બરે દિવાળીએ આંશિક સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) અને 18 નવેમ્બરે દેવ દિવાળીએ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે.

ચંદ્રગ્રહણ ભારતમાં બપોરે 2.38 વાગે શરૂ થશે. દેશના પૂર્વ ભાગ કોલકાતા, કોહિમ, પટના, પુરી, રાંચી, ઈટાનગરની આસપાસના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને ભારતના અન્ય રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યાં પૂર્ણ ગ્રહણ રહેશે, ત્યાં ચંદ્ર લાલ જોવા મળશે.

2023માં ક્યારે-ક્યારે સૂર્ય-ચંદ્ર ગ્રહણ થશે
આવતા વર્ષે 20 એપ્રિલના રોજ સૂર્ય ગ્રહણ થશે. 5 મે 2023ના રોજ ઉપછાયા ચંદ્ર ગ્રહણ થશે, જેની ધાર્મિક માન્યતા રહેશે નહીં. 14 ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ થશે. આ ત્રણેય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. 28 ઓક્ટોબરના રોજ આંશિક ચંદ્રગ્રહણ થશે. જે દેશમાં જોવા મળશે.

સૂતક અને ગ્રહણ સમયે કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ?
ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સવારે 5.38 વાગે શરૂ થઈ જશે. સાંજે 6.19 કલાકે ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક અને ગ્રહણ સમયે પૂજાપાઠ કરવા જોઈએ નહીં. આ દરમિયાન મંત્રજાપ અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ સૌથી વધારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post