• Home
  • News
  • સ્વિટ્ઝર્લેન્ડનો લાઈટ ફેસ્ટિવલ:ગત વર્ષે 27 હજાર લોકો ઊમટ્યા હતા અને આ વખતે ફક્ત 150
post

સ્વિટ્ઝર્લેન્ડમાં અત્યાર સુધી 3.09 લાખ લોકો કોરોના ચેપગ્રસ્ત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:21:37

કોરોના મહામારીને કારણે યુરોપના ફ્રાન્સ, બ્રિટન અને ઈટાલી સહિત અમુક દેશોમાં આંશિક લૉકડાઉન લગાવાયું છે. સ્થાનિકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે 86 લાખની વસતી ધરાવતા યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડે જાગૃકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર અહીં બુધવારે લાઈટ ફેસ્ટિવલની શરૂઆત થઈ જે 25 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં દેશ-વિદેશના કલાકારો લુસાનેની હેરિટેજ ઇમારતો પર લેઝર અને 3-ડી લાઈટનું પ્રદર્શન કરશે. આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય પર્યટન વધારવા અને કલાકારોની પ્રતિભા નિખારવાનો છે.

ખાસ વાત એ છે કે ગત વર્ષે આ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં 27 હજારથી વધુ લોકો આવ્યા હતા પણ કોરોનાને લીધે ચાલુ વર્ષે ફક્ત 150 લોકો જ આવ્યા હતા. લાઇટ ફેસ્ટિવલનું આ છઠ્ઠું વર્ષ છે. રિપોર્ટ મુજબ સ્વિટ્ઝર્લેન્ડમાં અત્યાર સુધી 3.09 લાખ લોકો કોરોના ચેપગ્રસ્ત છે. 2.19 લાખ સાજા થઈ ગયા છે અને 4030 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post