• Home
  • News
  • છીંડું પાડવામાં અગ્રેસર BJP નીતીશ સામે હારી:6 વર્ષમાં 4 રાજ્ય સરકાર પાડી, પરંતુ બિહારમાં બીજી વખત પોતાની જ સરકાર ગુમાવવાનો વારો આવ્યો
post

આ પહેલાં 16 જૂન 2013ના રોજ નીતીશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડ્યો હતો અને મહાગઠબંધનની સાથે મળીને સરકાર બનાવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:06:29

વિપક્ષની સરકારોને પલટાવવામાં માહેર ભાજપ બિહારમાં નીતીશ કુમારથી હારી ગઈ છે. 9 વર્ષમાં આવું બીજી વખત થયું છે, જ્યારે બિહારમાં ભાજપ પોતાની જ ગઠબંધન સરકારને બચાવી શકી નથી. આ પહેલાં 16 જૂન 2013ના રોજ નીતીશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડ્યો હતો અને મહાગઠબંધનની સાથે મળીને સરકાર બનાવી હતી.

તો ચાલો... જાણીએ 6 વર્ષમાં 7 રાજ્યમાં છીંડાં પાડવાની કોશિશ કરી ચૂકેલી ભાજપ 4 રાજ્યમાં સરકાર બનાવવામાં તો સફળ રહી, પરંતુ એવું તો શું થયું કે ભાજપે બિહારમાં નીતીશ કુમારનો બે-બે વખત માર ખાધો. 9 વર્ષ અને ભાજપ-નીતીશની વચ્ચેની ખેંચતાણની સંપૂર્ણ કહાની.

પહેલી વખત 2013: મોદીને PM પ્રોજેક્ટ કરવા પર નારાજ હતા નીતીશ

ઘટનાક્રમઃ
જૂન 2013માં ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીને 2014માં થનારી લોકસભા ચૂંટણી માટે BJPની ઈલેક્શન કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ભાજપનેતા અને બિહારના ડેપ્યુટી CM સુશીલ મોદીએ નિવેદન આપ્યું કે આ લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. નીતીશ કુમાર નરેન્દ્ર મોદીને PM પ્રોજેક્ટ કરવાને લઈને નારાજ હતા.

તેઓ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા હતા કે જો BJP મોદીને PM ઉમેદવાર બનાવે છે, તો જદયુ BJP સાથેનો સંબંધ તોડી નાખશે. રાજકીય એક્સપર્ટના જણાવ્યા મુજબ, આ દરમિયાન નીતીશ કુમાર પોતાની સેક્યુલર ઈમેજ પણ બચાવવા માગતા હતા.

નીતીશે BJP ક્વોટાના બે મંત્રીને મળવા માટે આમંત્રણ આપ્યું હતું, જોકે બંને મંત્રીએ મળવાનો ઈન્કાર કર્યો હતો. તેમાંથી એક નેતા હતા ડેપ્યુટી CM અને બીજા બિહારના NDAના સંયોજક નંદ કિશોર યાદવ હતા. એ BJP અને જદયુમાં વધતી કડવાશનું એક મોટું ઉદાહરણ હતું.

બંને મંત્રીએ જણાવ્યું હતું કે નીતીશ તેમની સાથે BJP કેન્ડિડેટ અને નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરવા માગતા હતા. તેમણે નીતીશને સંદેશો મોકલાવ્યો કે આ મામલા પર BJPનું કેન્દ્રીય નેતૃત્વ જ તમારી સાથે વાત કરશે. બીજી તરફ ભાજપ ક્વોટાના મંત્રીઓએ ઓફિસે જવાનું અને સરકારી ફાઈલનો ઉકેલવાનું બંધ કરી દીધું.

નીતીશે ભાજપના તમામ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા અને 16 જૂને ગઠબંધનથી અલગ થઈ ગયા. એ સમયે 243 સભ્યવાળી વિધાનસભામાં જદયુના 118 સાંસદ હતા, જ્યારે સરકાર ચલાવવા માટે 122 બહુમતની જરૂરિયાત હતી. વિધાનસભામાં BJPના 91 ધારાસભ્ય હતા. સરકારમાં રહેવા માટે નીતીશને વધુ 4 ધારસભ્યની જરૂરિયાત હતી.

19 જૂને નીતીશે સંસદમાં વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો હતો. આ માટે જદયુના 117 અને કોંગ્રેસના 4 ધારાસભ્યોએ વોટ કર્યો હતો. આ સિવાય 4 અપક્ષ ધારાસભ્ય અને એક CPI ધારાસભ્યએ પણ નીતીશ સરકારના પક્ષમાં વોટ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post