• Home
  • News
  • Corona Vaccine લગાવતા પહેલા અને બાદમાં શું કરવું શું નહીં, જાણો નવી ગાઇડલાઇન
post

કોરોના વેક્સિનની આડઅસર (Side effects of Vaccine) પર લોકોમાં ઘણા પ્રકારની આશંકાઓ છે અને રસી લેવાથી ડરી રહ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-07 11:34:51

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ મહામારી  (Coronavirus Pandemic) ની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આ વચ્ચે વેક્સિન  (Vaccine) લગાવવાનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. પરંતુ હજુ વેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ (Side effects of Vaccine) પર લોકોમાં અનેક પ્રકારની આશંકાઓ છે અને રસી લેવાથી ડરી રહ્યાં છે. તેવામાં વેક્સિન લગાવતા પહેલા અને બાદમાં શું કરવું જોઈએ, સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી છે. 

સ્ટેપ-1: જો પહેલા કંઈ થયું હોય તો વેક્સિનથી એલર્જી
સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) અનુસાર કોવિડ-19ની વેક્સિન લગાવનાર વ્યક્તિને પૂછવુ જોઈએ કે શું તેને ક્યારેય વેક્સિનથી કોઈ એલર્જી કે રિએક્શન  (Side effects of Vaccine) થયું છે. જો તેમ થયું હોય તે વ્યક્તિને એલર્જી નિષ્ણાંત પાસે મોકલવો જોઈએ. નિષ્ણાંતની સલાહ પર આગળ વધવું જોઈએ. 

સ્ટેપ 2: સ્વાસ્થ્ય સ્થિતિનું કરવું જોઈએ આકલન
મંત્રાલય અનુસાર વેક્સિન નિર્માતા દ્વારા સાવચેતી માટે બનાવવામાં આવેલી સ્વાસ્થ્ય સ્થિતિઓનું આકલન કરવું જોઈએ. તેમાં પ્રેગનેન્સી, કોમ્પ્રોમાઇઝ ઇમ્યૂન સિસ્ટમ અને વૃદ્ધ વ્યક્તિઓમાં કોઈ ગંભીર બીમારી સામેલ છે. આ કંડીશનવાળા લોકો માટે રસીકરણ યોગ્ય છે, પરંતુ તેમને જરૂરી જાણકારી અને સલાહ આપવી જોઈએ. 

સ્ટેપ-3: સાઇડ ઇફેક્ટ વિશે આપવી જોઈએ જાણકારી
વેક્સિન લગાવ્યા બાદ કેટલીક આડ અસર જોવા મળે છે, જેનો અર્થ છે કે વેક્સિન કામ કરી રહી છે. આ સાઇડ ઇફેક્ટમાં હાથમાં દુખાવો, હળવો તાવ, થાક, માથામાં દુખાવો, માંસપેસિઓ કે સાંધામાં દુખાવો સામેલ છે.

સ્ટેપ 4: ત્યારબાદ લગાવી શકાય છે વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, સ્વાસ્થ્ય સ્થિતિનું આકલન અને સાઇડ ઇફેક્ટની જાણકારી આપ્યા બાદ વેક્સિન લગાવી શકાય છે. 

સ્ટેપ-5: વેક્સિન લગાવ્યા બાદ 15 મિનિટ કરો નિરીક્ષણ
મંત્રાલય અનુસાર વેક્સિનેશન બાદ રસી લેનાર વ્યક્તિનું 15 મિનિટ સુધી નિરીક્ષણ કરવું જોઈએ. પહેલા ક્યારેય વેક્સિનથી એલર્જી વાળા વ્યક્તિનું કોરોના રસી લગાવ્યા બાદ 30 મિનિટ સુધી નિરીક્ષણ કરવુ જોઈએ. આ સિવાય વ્યક્તિને તે વાતની જાણકારી આપવી જોઈએ કે આગળ રિએક્શન થવા પર તે ક્યાં રિપોર્ટ કરે. 

સ્ટેપ 6: રિએક્શન થવા પર મેડિકલ સુપરવાઇઝરને તત્કાલ બોલાવો
વેક્સિન લગાવ્યા બાદ જો વ્યક્તિને કોઈ અનપેક્ષિત કે ગંભીર રિએક્શન કે એલર્જી થવા પર તત્કાલ મેડિકલ સુપરવાઇઝરને બોલાવવા જોઈએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post