• Home
  • News
  • LED બલ્બ અગામી મહિને 10% મોંઘા થઈ શકે છે, ચીનમાંથી કંપોનન્ટ સપ્લાઈ ઘટ્યો
post

LED બલ્બ મેન્યુફેકચરિંગના 30% કંપોનન્ટની ચીનમાંથી આયાત કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 11:54:51

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલવવાને કારણે ભારતમાં વસ્તુઓ મોંઘી થઈ રહી છે. માર્ચમાં LED બલ્બ 10 ટકા મોંઘા થઈ શકે છે. ઈલેક્ટ્રિક લેમ્પ એન્ડ કમ્પોનન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ચીનમાંથી સપ્લાઈ ઘટવાના કારણે કિંમત વધવાની શકયતા વ્યક્ત કરી છે. વાઈસ પ્રેસિડેન્ટ સુમિત પહ્માકર જોશીએ કહ્યું કે દેશમાં LED બલ્લ મેન્યુફેકચરિંગમાં વાપરવામાં આવતા 30 ટકા કંપોનન્ટ ચીનમાંથી આવે છે, જોકે હાલ સપ્લાઈ ઘટી રહ્યો છે. કોરોનાવાઈરસ ફેલવવાના કારણે ચીનમાં પ્રોડક્શન ઘટી રહ્યું છે.

મેન્યુફેકચરર ચીન સિવાય અન્ય દેશોમાંથી ઈમ્પોર્ટનો વિકલ્પ શોધી રહ્યાં છે

જોશીનું કહેવું છે કે સપ્લાઈમાં ઘટાડાના કારણે કનેક્ટેડ લાઈટિંગ સોલ્યુશન્સ અને પ્રોફેશનલ લાઈટિંગ સેગમેન્ટને વધુ અસર થશે. કારણ કે આ સેગમેન્ટની ઈમ્પોર્ટેડ કપોનન્ટ પર નિર્ભરતા વધુ છે. એલઈડી મેન્યુફેકચરિંગ સેકટરની વધુ કંપનીઓની પાસે ફેબ્રુઆરી સુધીનો સ્ટોક છે. માર્ચથી જે પ્રોડક્ટ બજારમાં આવશે તેની કિંમત વધુ હશે. તેમણે જણાવ્યું કે સપ્લાઈમાં ઘટાડો જાન્યુઆરીમાં શરૂ થઈ ગયો હતો. ઈન્ડસ્ટ્રીએ વિચાર્યું હતું કે થોડા દિવસોમાં સ્થિતિ સુધરી જશે, જોકે આમ થયું ન હતું. દરેક સપ્તાહે સ્ટોક ઘટી રહ્યો છે. એવામાં મેન્યુફેક્ચર્સ તાઈવાન, હોન્ગકોન્ગ અને દક્ષિણ કોરિયાથી કમ્પોનન્ટ માંગવાના વિકલ્પ પણ શોધી રહ્યાં છે.

સ્થિતિ સામાન્ય થવામાં 3-4 મહિના લાગશે

જોશીના જણાવ્યા મુજબ સ્થિતિ 15-20 દિવસમાં સુધરનાર નથી. ફેકટરીઓ ખુલી છે,પરંતુ 100 ટકા ક્ષમતાથી કામ થઈ રહ્યું નથી. પુરતા કર્મચારીઓ પણ નથી. સ્થિતિ સામાન્ય થતા 3-4 મહિના લાગશે. ભારતીય ઉદ્યોગો માટે એ સમજવાનો સમય છે કે તેમણે કમ્પોનન્ટ માટે લાંબા ગાળે આત્મનિર્ભર બનવવાની જરૂરિયાત છે. માત્ર લાઈટિંગ ઈન્ડસ્ટ્રીને નહિ પરંતુ બીજા ઉદ્યોગોએ પણ આ અંગે વિચારવું જોઈએ. સરકારે પણ મેક-ઈન-ઈન્ડિયા અભિયાનને ઝડપથી વધારવાની જરૂરિયાત છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post