• Home
  • News
  • સિમન્સ એક T-20માં 10 સિક્સ મારનાર વેસ્ટ ઇન્ડિઝનો ત્રીજો બેટ્સમેન બન્યો, આયર્લેન્ડ સામે 40 બોલમાં 91 રન કર્યા
post

સિમન્સ પહેલા ક્રિસ ગેલ બે વાર અને એવીન લુઈસ એક વાર ઇનિંગ્સમાં 10થી વધુ સિક્સ મારી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 10:12:06

વેસ્ટ ઇન્ડિઝે ત્રણ T-20 સીરિઝની છેલ્લી મેચમાં આયર્લેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. રવિવારે સેન્ટ કીટ્સ અને નેવિસમાં રમાયેલી મેચને જીતીને સીરિઝ 1-1-થી લેવલ કરી દીધી છે. બંને ટીમ વચ્ચેની બીજી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. મેચમાં ઓપનર સિમન્સે 40 બોલમાં 5 ફોર અને 10 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે એક T-20માં 10 સિક્સ મારનાર વેસ્ટ ઇન્ડિઝનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ક્રિસ ગેલ બે વાર અને એવીન લુઈસ એક વાર ઇનિંગ્સમાં 10થી વધુ સિક્સ મારી ચૂક્યા છે.

વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડની ટીમ 19.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેના માટે કેવિન બ્રાયને સૌથી વધુ 36 અને કપ્તાન બાલબિરિને 28 રન કર્યા હતા. તેમના 7 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા. વિન્ડીઝ માટે ડવેન બ્રાવો અને કાયરન પોલાર્ડે 3-3 વિકેટ લીધી હતી.