• Home
  • News
  • મારે હાટુ પાટણથી પટોળાં લાવજો:કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં પાટણમાં પટોળાં બનાવવાની શરૂઆત કરી હતી, જાણો સૌથી મોંઘું રૂ. 5 લાખનું પટોળું કેવી રીતે બને છે
post

પટોળામાં કેમિકલ નહીં પરંતુ હરડે, બોડીની લાખ, આમળાં, કિસ્મજ હળદર, લીલી ગળી જેવા વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-08 12:24:35

ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળુ છે. કહેવાય છે કે, પાટણના પટોળાની કળા એ 900 વર્ષ પુરાણી છે. પહેલાના જમાનામાં ડિઝાઈન વાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી. એ જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાલવી પરિવારોએ તેમની આગવી કોઠા સુઝથી બનાવી હતી. પોતાની આ કલાએ તેઓેને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરી હતી. પાટણના પટોળાની તસવીર ધરાવતી પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ ભારતીય પોસ્ટલ વિભાગે નવેમ્બર 2002માં રિલીઝ કરી હતી.

અગિયારમી સદીમાં પટોળા બનાવવાની શરૂઆત
પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસ પટ પર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો પણ નવાઈ નથી. કહેવાય છે કે, રાજા કુમારપાળે અગિયારમી સદીમાં મહારાષ્ટ્રના જાલના 700 જેટલા પરીવારોને પાટણમાં વસાવ્યાં હતા. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે.

પટોળું ઓર્ડેર ઉપર જ બનાવી આપવામાં આવે છે
પટોળું બનાવતા ચાર માણસો સાથે કામ કરે તો 6 મહિના જેટલો સમય લાગી જાય છે. જોકે, આ પટોળામાં જે ડીઝાઇન બનાવવામાં આવે છે તે રેશમના તારથી બનાવવામાં આવે છે. આ પટોળું બંને બાજુએ પહેરી શકાય છે, તેની કિંમતની વાત કરવામાં આવે તો સવા લાખથી માંડીને પાંચ લાખ ઉપર સુધી હોય છે. જે પટોળું ઓર્ડેર ઉપર જ બનાવી આપવામાં આવે છે. દેશના મોટા શહેરો એટલે કે દિલ્લી, મુંબઈ, બેંગલોર જેવા શહેરોમાંથી પટોળું બનાવવા માટે વિશેષ ઓર્ડર આવે છે. સાથે અત્યારની માંગ સાથે હવે સાલવી પરિવારોના ત્રણ પુત્રો દ્વારા પટોળા સાથે દુપટ્ટા, રૂમાલ, સ્કાપ, ટાઈ તેમજ કોટ જેવી વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે.

રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે
પટોળામાં વપરાતા કલર અને તારની વાત કરીએ તો પટોળામાં વનસ્પતિ કલર વાપરવામાં આવે છે. તેમજ રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે. આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે. જોકે, પાટણના આ પરિવારોએ આજે પણ બાપ દાદાનાં વ્યવસાયને સાચવી રાખ્યો છે. પાટણનું આ પટોળું પર્યટકો માંટે આકર્ષનું કેન્દ્ર બની ગયું છે.

દેશની જાનીતી હસ્તીઓએ પાટણની મુલાકાત વખતે પટોળાની પણ મુલાકાત લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપેયી, મંત્રી સ્મુતી ઈરાની, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન સહિતનાઓએ પાટણમાં આવી આ પટોળાને નિહાળી આંનદ વિભોર થયા છે.

પટોળું હજાર વર્ષ સુધી ટકી રહે છે
આ પટોળાની ડીઝાઇન ખુબ જ બારીકાઇથી અને જીણવટ પૂર્વક કરવામાં આવે છે. પટોળુ જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હજાર વર્ષ સુધી ટકી રહે છે અને એટલે જ કહેવાય છે કે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં જેવી કહાવતો આજે પણ ગુજરાતના ઈતિહાસમાં વણાઈ ગઈ છે.

વર્ષો પહેલા આ પટોળું રૂપિયા 120માં વેચાયુ હતું
વર્ષો પહેલા 1936માં 120 રૂપિયામાં પહેલું પટોળુ ક્રિકેટર વિજય મર્ચન્ટની માતાએ પાટણથી ખરીદ્યુ હતું. આજે તે જ પટોળાની કિંમત રૂપિયા 1 લાખથી 5 લાખ સુધી પહોંચી છે.

હાલ ફક્ત ત્રણ-ચાર કુટુંબો પટોળાના વણાટના સાથે સંકળાયેલા
પાટણ ખાતે કુમારપાળના શાસનમાં પહેલું પટોળુ બનાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના જાલ પ્રાંતમાંથી વિક્રમ 13મી સદીમાં સાલવી કુટુંબોએ હસ્તકલાનો શુભારંભ કર્યો હતો. કુમારપાળના શાસનમાં નયનાકર્ષક પટોળાં તૈયાર કરાતા હતા. સમય વિતવા સાથે સાલવીઓની સંખ્યા ઘટી છે. આજે ફક્ત ત્રણ-ચાર કુટુંબો પટોળાના વણાટના સાથે સંકળાયેલા છે.

માત્ર વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે
એક પટોળુ બનાવવામાં 4 થી 6 મહિનાનો સમય લાગી જાય છે. પાટણની આ પ્રખર હસ્તકલા અને તેના ચુનંદા પટોળાં શુદ્ધ રેશમમાંથી તૈયાર કરાય છે. એક કાળે પટોળા વણાટ માટે ચીન અને જાપાનથી રેશમ આવતું હતું. પોળા વણાટ માટે 48 પનાની પહોળાઈ ધરાવતી સાળનો ઉપયોગ કરાય છે. એક પટોળું તૈયાર થતાં 4 થી 6 માસ લાગે છે. શુદ્ધ રેશમના તાર વડે વિવિધ ડિઝાઈનો કરવા માટે તાર પર ગ્રાફ તૈયાર કરી પસંદગીની ડિઝાઈન પ્રમાણે દોરાની ગાંઠ મારી તેટલા ભાગને જરૂર મુજબ રંગ માટે અકબંધ રખાય છે. આવા તાર તૈયાર થયા પછી ફરીથી આંટીમાં બંધાય છે. પટોળામાં કેમિકલ નહીં પરંતુ હરડે, બોડીની લાખ આમળાં કીસ્મજ હળદર , લીલી ગળી જેવા વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

સૌથી મોંધા રૂ .4.50 લાખના પટોળાના 8 ઓર્ડરનું બુકિંગ
આપણા લોકગીતોમાં પણ પાટણના પટોળાને સ્થાન મળ્યું છે અને છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો જે લોક ગીત ખુબ પ્રખ્યાત છે. પાટણમાં જે પટોળા બને છે તેમાં સૌથી મોંઘુ પટોળુ રૂપિયા 4.50 લાખ સુધીનું છે અને આ મોંઘા મુલ પટોળાના 8 જેટલા એડવાન્સ ઓર્ડર પણ બુકીંગ થયા હોવાનું સાલવી પરિવારે જણાવાયું હતું.

પાટણમાં પટોળાં બનાવનારી 30મી પેઢીના વારસદાર
પાટણ પટોળા હેરિટેજના સ્થાપક અને સંચાલક રાહુલભાઈ સાલવીએ જણાવ્યું હતું કે અમે પ્યોર સિલ્ક અને વેજિટેબલ કુદરતી રંગોથી પટોળા બનાવીએ છીએ. અગાઉ ચીનથી પ્યોર સિલ્ક મગાવતા. થોડા સમયથી સ્વદેશી મલબેરી સિલ્કમાંથી પટોળાં બનાવીએ છીએ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post