• Home
  • News
  • લાઇફમાં હવે એક જ વાર સરોગેટ મધર બની શકાશે, નહીં તો 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા
post

બાળકો હોય તે જ માતા કૂખ ભાડે આપી શકે, સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-25 10:54:42

ગાંધીનગર: સાંપ્રત જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.

કયા-કયા નિયમો અમલમાં આવી ગયા

·         હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ

·         અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી.

·         સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત

ઇચ્છુક દંપતીની લાયકાત

·         પરિણીત હોય

·         સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોય

·         પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોય

·         ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.

કોણ-કોણ સરોગેટ મધર બની શકે

·         પરિણીત હોય

·         ઉંમર 25થી 35 વર્ષ હોય

·         લાઇફમાં એક જ વાર બની શકાય

·         શારીરિક-માનસિક રીતે ફિટનું પ્રમાણપત્ર હોય

અગાઉ કોઈ રોકટોક નહોતી
મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા.

એક્સપર્ટ : ધંધાદારી પ્રવૃત્તિ પર લગામ
મેડિકોલીગલ એક્સપર્ટ ડો. વિનેશ શાહ કહે છે, સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post